Haryana Gang War: રોહતકમાં બે ગેંગના શખ્સો વચ્ચે ખુલ્લેઆમ ગોળીબાર, ત્રણના મોત

રોહતક: હરિયાણામાં એક તરફ ચૂંટણીનો માહોલ છે ત્યારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલ ઉભા થાય એવી ઘટના બની છે, રોહતકમાં બે ગેંગ વચ્ચે ગોળીબાર થયો હતો. અહેવાલ મુજબ રાહુલ બાબા ગેંગ અને પલોત્રા ગેંગ વચ્ચે ગેંગ વોર શરુ થઇ હતી, દારૂના અડ્ડા પર બંને ગેંગના શખ્સો આમને સામને આવી ગયા હતાં, આ ઘટનામાં 5 લોકોને ગોળી વાગી હતી,જેમાંથી 3 ના મોત થયા છે, જ્યારે 2 લોકો ઘાયલ થયા છે.
મળતી જાણકારી મુજબ મૃતકોમાં ગેંગસ્ટર પેલોત્રાનો નાનો ભાઈ પણ સામેલ છે. ઘટના બાદ બદમાશો બાઇક પર ફરાર થઇ ગયા હતા. રોહતકના સોનીપત રોડ પર બલિયાના મોર પાસે દારૂના અડ્ડા પર બેઠેલા 5 યુવકો પર મોટરસાઈકલ સવાર યુવકોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ગોળી વાગવાથી ત્રણ યુવકોના મોત થયા હતા જ્યારે બે ઘાયલ થયા હતા. ત્રણેય મૃતકો રોહતકના બોહર ગામના રહેવાસી હતા
ઘટનાની માહિતી મળતાં જ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી, એસએફએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ત્રણ બાઇક પર 8 જેટલા યુવકો સવાર હતા. 2019માં કોર્ટની બહાર ફાયરિંગ થયું હતું. ફાયરિંગ બાદ બોહર ગામના પલોત્રા ગેંગના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી, જે હાલ જેલમાં છે. આ ઘટનાને તેની સાથે જોડવામાં આવી રહી છે.
Also Read –