નેશનલ

વારાણસીમાં 19 વર્ષની યુવતી પર ‘સામૂહિક દુષ્કર્મ’ની ઘટના! 6 આરોપી પકડાયા, 1 ફરાર

વારાણસીઃ ભારતમાં બળાત્કારની ઘટનાઓ વધી રહી છે, એવું રાષ્ટ્રીય ગુના રેકોર્ડ બ્યુરો (NCRB)ના આંકડા કહે છે. ઉત્તર પ્રદેશના વારાણસીમાં એક 19 વર્ષની યુવતી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના બની હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસે કાર્યવાહી હાથ ધરી અને 6 આરોપીની ધરપકડ કરી છે. જો કે, આ ઘટનાનો એક આરોપી હજી પણ ફરાર હોવાનું પ્રકાશમાં આવ્યું છે. 6 આરોપી સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

પોલીસે સત્વરે 6 આરોપીની ધરપકડ કરી

પોલીસે આ ઘટનાની વિગતો આપતાં જણાવ્યું કે, આરોપીઓ યુવતીને અનેક હોટેલ અને હુક્કાબારમાં લઈ ગયા હતા અને આ દરમિયાન યુવતી પર દુષ્કર્મ આયર્યું હતું. જેથી પોલીસે આરોપીઓની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં પોલીસ માહિતી આપતા જણાવ્યું કે આરોપીઓએ પીડિતાને 29 માર્ચથી 4 એપ્રિલ દરમિયાન અનેક હોટેલ અને હુક્કા બારમાં લઈ ગયા હતા. આ સમય દરમિયાન આરોપીએ યુવતી પર કથિત રીતે સામૂહિક દુષ્કર્મ કર્યું હતું.

પરિવારે 2 દિવસ પછી નોંધાવી દુષ્કર્મની ફરિયાદ

આ સમગ્ર ઘટનાને લઈને પીડિતાના પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. આ ઘટના વારાણસીના લાલપુર વિસ્તારમાં બની છે. પોલીસ ફરિયાદ પ્રમાણે આ યુવતી આરોપીઓ સાથે 29 માર્ચે કેટલાક યુવકો સાથે ગઈ હતી, પરંતુ પાછી ઘરે નહીં આવતા પરિવારે 4 એપ્રિલે ગુમ થયાની ફરિયાદ દાખલ કરાવી હતી. મહત્વની વાત એ છે કે, જ્યારે પોલીસ યુવતીને શોધીને પરિવારને સોંપી ત્યારે યુવતીએ દુષ્કર્મની કોઈ વાત નહોતી કરી! ચોંકાવનારી વાત એ છે કે, યુવતીના પરિવારે 6 એપ્રિલ એટલે કે ગઈ કાલે પોલીસ સ્ટેશનમાં સામૂહિક દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવી હતી.

પોલીસે કાર્યવાહીના ભાગરૂપે 6 આરોપીની ધરપકડ કરી

યુવતીને મળી આવી તેના 2 દિવસ પછી પરિવારે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવી છે, જેથી અનેક પ્રકારના પ્રશ્નો થઈ રહ્યાં છે. પરંતુ પોલીસે કાર્યવાહીના ભાગરૂપે 6 આરોપીઓની ધરપકડ કરી લીધી છે જ્યારે એક આરોપી ફરાર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. હવે આગળ કેવી કાર્યવાહી અને તપાસ કરવામાં આવે છે તે તો સમય આવે જ ખબર પડશે! આ કેસમાં યોગ્ય અને તટસ્થ તપાસ થવી અનિવાર્ય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button