નેશનલ

ગણપતિ બાપ્પા મોરિયા, બાપ્પા બેઠા 3000 ફૂટની ઊંચાઇ પર…

19 સપ્ટેમ્બરે ગણપતિ બાપ્પાનું આગમન થવાનું છે. ત્યારે ભારતમાં એવા અનેક મંદિરો છે, જે પોતાની વિશેષતાઓ અને રહસ્યમય કારણોથી દુનિયાભરમાં પ્રખ્યાત હોય છે. આવું જ એક આસ્થાનું કેન્દ્ર ગણપતિ બાપ્પાનું મંદિર છે, જે ગાઢ જંગલની વચ્ચે એક ટેકરીની ટોચ પર આવેલું છે. ગણેશજીને આપણે દરેક કાર્યોમાં સૌથી પહેલા યાદ કરીએ છીએ અને એટલે જ તેમને વિધ્ન હર્તા કહેવામાં આવે છે. ત્યારે આ વિધ્ન હર્તા કોઇ પહાડની ટોચ પર જઇને બિરાજે તો તેમના દર્શને કેવી રીતે પહોંચવું અરે એમ પણ થાય કે તેમની સેવા અને આરતી અને પૂજા અર્ચના કેવી રીતે થતી હથે. આવો જ એક ગૌરી પુત્ર ગણેશજીના મંદિરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા શેર કરવામાં આવ્યો છે, જો કે ભારતમાં ઘણા મંદિરો આવેલા છે, પરંતુ છત્તીસગઢમાં ઢોલકલ પહાડીની ટોચ પર આવેલું આ મંદિર ભક્તો માટે ખૂબ જ ખાસ છે. મંદિર આટલે ઊંચે આવેલું હોવા છતાં આખા વર્ષ દરમિયાન અહીં ભક્તોનો અવિરત પ્રવાહ રહે છે. અહી દર્શન કરવા આવનાર ભક્તોનું કહેવું છે કે આ મંદિર આશરે 1 હજાર વર્ષ જૂનું છે એક જમાનામાં એક દરિયાની અંદર આવેલી ભગવાન શ્રી ગણેશજીની આ મૂર્તિ સ્વંયભૂ રીતે 3000 ફૂટની ઊંચાઈ પર આવીને બિરાજમાન થઇ છે.

આ મૂર્તિની ખાસ વાત એ છે કે તે ઢોલકના આકારની છે. આ જ કારણ છે કે આ ટેકરીને ઢોલકલ ટેકરી અને ઢોલકાલ ગણપતિના નામથી પણ ઓળખવામાં આવે છે. મૂર્તિમાં આપણે ભગવાન શ્રી ગણેશને તેમના ઉપરના જમણા હાથમાં કુહાડી અને ડાબા હાથમાં તેમના તૂટેલા દાંત પકડેલા જોઇ શકાય છે. તેમના જમણા હાથમાં માળા અને ડાબા હાથમાં મોદક છે. શેર કરવામાં આવેલ આ વીડિયોને હજારો લોકોએ લાઈક કર્યો છે.

વીડિયો શેર કરતી વખતે કેપ્શન લખવામાં આવ્યું છે કે ભગવાન ગણેશની આ અનોખી મૂર્તિ છત્તીસગઢના દંતેવાડામાં લગભગ 3000 ફૂટની ઉંચાઈ પર ઢોલકલ પર્વત પર સ્થિત છે. જો કે ઘણા લોકોનું કહેવું એમ પણ છે કે આ પ્રતિમા 11મી સદીમાં કોતરવામાં આવી હતી અને સ્થાપિત કરવામાં આવી હતી અને તેની નિયમિત પૂજા પણ કરવામાં આવે છે, આ પ્રતિમા લગભગ 3 ફૂટ ઊંચી છે, તેનું વજન 500 કિલોથી વધુ હોવાનો અંદાજ છે. ગ્રેનાઈટમાંથી કોતરાયેલી ગણેશની મૂર્તિ છત્તીસગઢના દંતેવાડા પ્રદેશમાં બસ્તરના ગાઢ જંગલોની વચ્ચે એક સુંદર ગોળાકાર પર્વતની ચોટી પર સ્થિત છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button