નેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

ગુરુ અને ચંદ્રની યુતિથી બન્યો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી…

જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર તમામ ગ્રહોમાં ચંદ્ર સૌથી વધુ ઝડપથી ગોચર કરતો ગ્રહ છે. ચંદ્ર એક રાશિમાં અઢી દિવસ સુધી રહે છે અને એને કારણે તેની કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ થતી રહી છે. તમામ ગ્રહોમાં જ્યારે ચંદ્ર અને ગુરુની યુતિ થાય છે ત્યારે શક્તિશાળી યોગનું નિર્માણ થાય છે, જેને ગજકેસરી યોગના નામે ઓળખવામાં આવે છે. આજે એટલે કે 15મી નવેમ્બરના ગુરુ અને ચંદ્રની યુતિ થશે અને ગજકેસરી યોગ બની રહ્યો છે. જેને કારણે અમુક રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે.

આ પણ વાંચો : આજનું રાશિફળ (15-11-2024): વૃષભ, મકર અને કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ લાવશે Good Luck…

મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર ગુરુ હાલમાં વૃષભ રાશિમાં બિરાજમાન છે અને આજે 15મી નવેમ્બરના સવારે 3.16 કલાકે ચંદ્રએ વૃષભ રાશિમાં ગોચર કરી દીધું છે. 17મી નવેમ્બર સવારે 4.31 કલાક સુધી ચંદ્રમા વૃષભ રાશિમાં જ બિરાજમાન રહેશે, જેને કારણે આગામી અમુક કલાકો સુધી ત્રણ રાશિના જાતકો પર આ ગજકેસરી યોગની અસર જોવા મળશે. આ રાશિના જાતકોને તમામ કામમાં સફળતા મળશે, ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. આકસ્મિક ધનલાભ થશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ

From August 19, the fate of the people of this zodiac sign will be reversed, see if your zodiac sign is also right?

વૃષભ રાશિમાં ચંદ્ર અને ગુરુની યુતિ થઈ રહી છે જેને કારણે આ રાશિના જાતકોને વિશેષ લાભ થઈ રહ્યો છે. આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળી રહી છે. જીવનમાં ખુશહાલીનું આગમન થઈ રહ્યું છે. કરિયરમાં પણ લાભ થઈ રહ્યો છે. ઘર કે પ્રોપર્ટી ખરીદવાનું સપનું સાકાર થઈ રહ્યું છે. આજે તમારા કામને બિરદાવવામાં આવી શકે છે. વેપારીઓને પણ વેપાર ધંધામાં લાભ થશે. પાર્ટનરશિપમાં ચાલતા બિઝનેસમાં લાભ થઈ શકે છે. મા લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે.

Kark

કર્ક રાશિના જાતકો માટે પણ આ યોગ ખૂબ જ લાભદાયી રહેશે. આ રાશિના જાતકોને લખલૂટ ધનલાભ થઈ રહ્યો છે. ગુરુની કૃપાથી તમને સારું રિટર્ન મળી શકે છે. સારો એવો લાભ થઈ રહ્યો છે. કરિયરનામાં પણ પ્રમોશન કે પગાર વધારોમળી શકે છે. વેપારમાં ખુબ લાભ થઈ શકે છે. નવા બિઝનેસની શરૂઆત પણ થઈ શકે છે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો તમને ખુબ ધનલાભના પ્રબળ યોગ છે. પૈસા બચાવવામાં સફળતા મળશે. પાર્ટનર સાથે સારો એવો સમય પસાર કરશો.

The people of this zodiac sign will live like a king for the next two days.

વૃશ્ચિક રાશિના જાતકો માટે વૃષભ રાશિમાં બની રહેલો આ ગજકેસરી યોગ લાભદાયી સિદ્ધ થઈ શકે છે. આ સમયગાળામાં લાંબા સમયથી અટકેલા કામો પૂરા થશષે પરિવાર સાથે લાંબા સમયથી ચાલતી સમસ્યાઓ સમાપ્ત થઈ શકે છે. કામના સ્થળે તમારી નામનામાં વૃદ્ધિ થશે. બિઝનેસના ક્ષેત્રમાં પણ ખુબ લાભ થઈ શકે છે. ઉચ્ચ શિક્ષણ મેળવવાના યોગ બની રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો અને એકદમ અનુકૂળ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button