ગઢચિરોલીમાં પ્લાન્ટ કરેલાં બે આઇઇડી જપ્ત કરવા જતાં એકમાં વિસ્ફોટ, કોઈ જાનહાનિ નહીં…

ગઢચિરોલી: ગઢચિરોલી જિલ્લામાં નક્સલવાદીઓએ શનિવારે બ્રિજ પર લગાવેલાં બે ઇમ્પ્રોવાઇઝ એક્સપ્લોઝિવ ડિવાઇસ (આઇઇડી) જપ્ત કરવામાં આવ્યાં હતાં.
આ પણ વાંચો : પટનામાં સેનામાં ભરતીની દોડ માટે ઉમટ્યા 30,000 યુવાનો, મોકો ન મળતાં કર્યો હંગામો
સુરક્ષા દળો આઇઇડીને નિષ્ક્રિય કરવાના પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે એક આઇઇડીમાં વિસ્ફોટ થયો હતો. સદનસીબે કોઇને ઇજા થઇ નહોતી.
પોલીસને માહિતી મળી હતી કે તડગાંવ અને ભામરાગઢ ગામને જોડતા પર્લાકોટા નદી પરના બ્રિજ પર આઇઇડી પ્લાન્ટ કર્યાં છે. આથી બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ (બીડીડીએસ)ની ટીમ ગઢચિરોલીથી હેલિકોપ્ટરમાં નીકળી હતી, જ્યારે ગઢચિરોલી પોલીસની ટીમો, સીઆરપીએફ અને બીએસએફના જવાનોએ એ વિસ્તારમાં તપાસ હાથ ધરતા વિસ્ફોટકો મળી આવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આઇઇડીને નિષ્ક્રિય કરતી વખતે એક આઇઇડીમાં વિસ્ફોટ થયો હતો, જ્યારે બીજાને નિષ્ક્રિય કરવામાં આવ્યું હતું. આ વિસ્ફોટમાં કોઇને પણ ઇજા થઇ નહોતી અને વધુ વિસ્ફોટકોની શોધ ચલાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Reel બનાવનારાઓ સાવધાન ! ભારતીય રેલેવે લીધો આ મોટો નિર્ણય
મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં વિક્ષેપ પાડવાનો નક્સલવાદીઓનો પ્રયાસ સુરક્ષા દળોની સતર્કતાને કારણે નિષ્ફળ રહ્યો હતો. (પીટીઆઇ)