તેલંગણાના ભાવિ સીએમ રેવંત રેડ્ડીને રજનીકાંત, બિગ બી નહીં પણ આ સ્ટાર છે પસંદ…
તેલંગણા વિધાનસભાના ચૂંટણીમાં જીતની સાથે જ કોંગ્રેસના મુખ્ય પ્રધાનના ચહેરાની તસવીર એકદમ સ્પષ્ટ કરી દીધી છે. પ્રદેશ અધ્યક્ષ રેવંત રેડ્ડીનું શરુઆતથી જ સીએમ બનવું લગભગ નક્કી જ હતું પરંતુ હવે તેમના નામની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ પણ કરી દેવામાં આવી છે. બે દિવસ બાદ તેમની તાજપોશી પણ કરવામાં આવશે. જોકે, આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર રેવંત રેડ્ડીનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેમણે પોતાના મનપસંદ એક્ટર વિશે ખુલાસો કર્યો છે.
વાત જાણે એમ છે કે ત્રણ ડિસેમ્બરના તેલંગણા વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા જેમાં 119 સીટમાંથી કોંગ્રેસને 64 સીટ મળી છે. જોકે, આ જીત બાદ રામ ગોપાલ વર્માને પણ રેવંત રેડ્ડીના વખાણ કરતા જોવા મળ્યા હતા અને તેમણે એક ટ્વીટ પણ શેર કર્યું હતું જે ખૂબ જ વાઈરલ થઈ હતું.
રાજકારણ સિવાય રેવંત રેડ્ડી ફિલ્મોના પણ શોખિન છે અને સોશિયલ મીડિયા પર હાલમાં તેમનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં રેવંત રેડ્ડીને એવું પૂછવામાં આવ્યું હતું કે તેમના મનપસંદ ટોલીવૂડ એક્ટર કોણ છે? આ સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે હવે હું વધારે ફિલ્મો નથી જોતો પરંતુ સુપર સ્ટાર કૃષ્ણા એમને ખૂબ જ પસંદ છે.
ઈન્ટરવ્યુ દરમિયાન રેવંત રેડ્ડીએ એવું પણ કહ્યું હતું કે બાળપણથી જ તેમને સુપર સ્ટાર કૃષ્ણા ખૂબ જ પસંદ છે અને તેમની ફિલ્મો જોતા હતા. અહીંયા તમારી જાણ માટે કે કૃષ્ણા તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક જાણીતા અભિનેતા છે. આ સુપરસ્ટારના નામે એક એનોખો રેકોર્ડ પણ છે. વાત જાણે એમ છે કે તેમણે એક જ એક્ટ્રેસ સાતે 12થી વધુ ફિલ્મ કરી છે. સાઉથના જેમ્સ બોન્ડ તરીકે ઓળખાતા કૃષ્ણાના દીકરા મહેશ બાબુ પણ સાઉથનો એક ખૂબ જ જાણીતો ચહેરો છે.
સુપરસ્ટારની વાત આવે તો લોકોની સામે રજનીકાંત, અમિતાભ બચ્ચન વગેરેના ચહેરા આંખો સામે આવતા હોય છે પણ રેવંત રેડ્ડીએ ખુદ કોંગ્રેસ માટે તેલંગણામાં સુપરસ્ટાર જેવું કામ કર્યું છે અને તેમને પણ કોઈ બીજો અભિનેતા પસંદ છે.