ટોપ ન્યૂઝનેશનલ

Modi 3.0 :નરેન્દ્ર મોદી સાથે 30 સાંસદો લઇ શકે છે મંત્રીપદના શપથ, ભરૂચના સાંસદ મનસુખ વસાવા પ્રોટેમ સ્પીકર

નવી દિલ્હી : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)રવિવારે સાંજે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. આ વખતે તેઓ સૌથી વધુ મંત્રીઓ સાથે શપથ લઈ શકે છે. નવા મંત્રી પરિષદમાં(Cabinet)કયા નામોને સ્થાન મળશે તેની માટે રાષ્ટ્રપતિ ભવનમાંથી નેતાઓને ફોન કરવામાં આવી રહ્યા છે. નરેન્દ્ર મોદી રવિવારે સાંજે 7.15 કલાકે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. આ વખતે ભાજપ પાસે પોતાની બહુમતી નથી અને ગઠબંધનની બહુમતી સાથે સરકાર બનાવી રહી છે. તેથી આ વખતે સરકારમાં સાથી પક્ષોની સંખ્યા જ નહીં પરંતુ મંત્રી મંડળનું કદ પણ વધારે હશે. જ્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવા પ્રોટેમ સ્પીકર બનશે.

જીતન રામ માંઝીને શપથ લેવા માટે ફોન આવ્યો

મોદી સરકારમાં સામેલ થનારા મંત્રીઓને ફોન આવવા લાગ્યા છે. જેમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને HAM ચીફ જીતન રામ માંઝીને શપથ લેવા માટે ફોન આવ્યો છે. જ્યારે ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીનો પણ ફોન આવ્યો છે.

Read More: Narendra Modi એ શપથ પૂર્વે મહાત્મા ગાંધી અને અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પી

નરેન્દ્ર મોદી સંભવિત મંત્રીઓને મળશે

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ INLD ચીફ જયંત ચૌધરી અને અનુપ્રિયા પટેલને પણ શપથ લેવા માટે ફોન આવ્યા છે. જેડીએસ સાંસદ એચડી કુમારસ્વામીને મંત્રી તરીકે શપથ લેવા માટે રાષ્ટ્રપતિ ભવનથી ફોન આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ 11:30 વાગ્યે તમામ સંભવિત મંત્રીઓને મળશે.

ટીડીપી તરફથી બે સાંસદો શપથ લેશે

ટીડીપી તરફથી ચંદ્રશેખર પન્નાસામી અને રામમોહન નાયડુ મંત્રી તરીકે શપથ લેશે. બંનેને આજે સાંજે શપથ લેવા માટે રાષ્ટ્રપતિ ભવનમાંથી ફોન આવ્યા છે.

અમિત શાહ અને રાજનાથ સિંહને મોટી જવાબદારી

હાલ ટીડીપી અને જેડીયુ સરકારમાં મોટી ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે. હાલ ભાજપ મહત્વના મંત્રાલયો પોતાની પાસે રાખશે તેવી ચર્ચા છે. અમિત શાહ અને રાજનાથ સિંહને મોટી જવાબદારીઓ આપવામાં આવી શકે છે. જ્યારે શિવરાજ સિંહ ચૌહાણ, બિપ્લવ દેવ અને બસવરાજ બોમાઈ જેવા ભાજપમાંથી નવા ચહેરાઓને કેબિનેટમાં સ્થાન મળી શકે છે.

Read More: રાહુલ ગાંધીથી વાયનાડ લોકસભા બેઠકના લોકો કેમ છે નારાજ?

અત્યાર સુધી કયા નેતાઓના ફોન આવ્યા ?

ડૉ. ચંદ્રશેખર પેમ્માસાની (ટીડીપી)

કિંજરાપુ રામ મોહન નાયડુ (ટીડીપી)

અર્જુન રામ મેઘવાલ (ભાજપ)

સર્બાનંદ સોનોવાલ (ભાજપ)

અમિત શાહ (ભાજપ)

કમલજીત સેહરાવત (ભાજપ)

મનોહર લાલ ખટ્ટર (ભાજપ)

નીતિન ગડકરી (ભાજપ)

રાજનાથ સિંહ (ભાજપ)

પીયૂષ ગોયલ (ભાજપ)

જ્યોતિરાદિત્ય સિંધિયા (ભાજપ)

શાંતનુ ઠાકુર (ભાજપ)

રક્ષા ખડસે (ભાજપ)

પ્રતાપરાવ જાધવ (શિવસેના શિંદે જૂથ)

એચડી કુમારસ્વામી (જેડીએસ)

ચિરાગ પાસવાન (LJP-R)

જયંત ચૌધરી (RLD)

અનુપ્રિયા પટેલ (અપના દળ)

જીતન રામ માંઝી (HAM)

રામદાસ આઠવલે (RPI)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ