નેશનલ

દિલ્હીમાં આ વાહનો માટે નહીં મળે ઈંધણ, પ્રદૂષણ ઘટાડવા 62 લાખ વાહનો પર કાર્યવાહી

નવી દિલ્હી: દિલ્હીમાં વધતા વાહનોથી હવા પ્રદૂષણમાં પણ વધારો નોંધાય રહ્યો છે. આ હવા પ્રદૂષણને અટકાવવા માટે સરકારે મોટો નિર્ણય કર્યો છે. આ નિર્ણય પ્રમાણે 15 વર્ષથી જૂના પેટ્રોલથી ચાલતા વાહનો અને 10 વર્ષથી જૂના ડિઝલથી ચાલતા વાહનો પર કડક કર્યવાહી કરવામાં આવે છે. આજથી એન્ડ-ઓફ-લાઈફ વ્હીકલ્સ (EoL) ની શ્રેણીમાં આવતાં વાહનો સામે કડક કાર્યવાહી શરૂ થશે. આ પગલું પર્યાવરણને સ્વચ્છ રાખવા અને ઝેરી ધુમાડાને રોકવા માટે લેવાયું છે, જેના કારણે દિલ્હીવાસીઓએ વાહનોનો ઉપયોગ કરતા પહેલાં સાવચેતી રાખવી જરૂરી છે.

દિલ્હીની સરકારે જૂના વાહનોને ચલાવનારા લોક સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં 15 વર્ષ જૂના પેટ્રોલ અને 10 વર્ષ જૂના ડીઝલ વાહનોને રસ્તા પર ચલાવવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આ સાથે આવા વાહનો ચલાવનારા લોકોને ઈંધણ ન આપવાનો હુકમ કરવામાં આવ્યો છે. આવા વાહનો પકડાય તો ફોર વ્હિલ વાહનના માલિકને 10,000 રૂપિયા અને ટૂ વ્હિલર વાહનના માલિકને 5,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ નિયમનું પાલન કરાવવા પોલીસ અને પરિવહન વિભાગ સજ્જ છે.

કાર્યવાહીની વિગતો

દિલ્હીના 350 પેટ્રોલ પંપો પર દેખરેખ રાખવામાં આવશે. 100 વ્યસ્ત પંપો પર દિલ્હી પોલીસની ટીમો, 59 પંપો પર પરિવહન વિભાગના અધિકારીઓ અને 91 સંવેદનશીલ પંપો પર પોલીસ અને પરિવહન વિભાગની સંયુક્ત ટીમો તૈનાત રહેશે. 100 ઓછા સંવેદનશીલ પંપોની નગર નિગમના કર્મચારીઓ દેખરેખ રાખશે. આ પગલાથી જૂના વાહનોને રોકવામાં સરળતા રહેશે.

વાહનોની સંખ્યા અને ઉદ્દેશ

VAHAAN ડેટાબેઝ અનુસાર, દિલ્હીમાં લગભગ 62 લાખ વાહનો EoL શ્રેણીમાં આવે છે, જેમાં 41 લાખ ટૂવ્હિલર અને 18 લાખ ચોર વ્હિલર વાહનો છે. એનસીઆરના અન્ય વિસ્તારોમાં પણ આવા વાહનોની સંખ્યા નોંધપાત્ર છે, જેમાં હરિયાણામાં 27.5 લાખ, ઉત્તર પ્રદેશમાં 12.4 લાખ અને રાજસ્થાનમાં 6.1 લાખ વાહનો છે. આ અભિયાનનો હેતુ પ્રદૂષણ ઘટાડવા અને સ્વચ્છ હવા સુનિશ્ચિત કરવાનો છે.

આ પણ વાંચો…આ તારીખથી દિલ્હીમાં જૂના વાહનોને નહીં મળે પેટ્રોલ કે ડીઝલ, આ નિર્ણયની કોને થશે અસર?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button