નેશનલ

આજથી અયોધ્યામાં નો એન્ટ્રી, ફકત આમંત્રિત મહેમાનો જ જઈ શકશે….

અયોધ્યા: અયોધ્યામાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે ત્યારે દેશ વિદેશના લોકો પ્રભુ રામના સ્વાગત માટે અયોધ્યા જવા માટે થનગની રહ્યા છે. પરંતુ અયોધ્યામાં અરાજકતા ના ફેલાય એ બાબતને ધ્યાનમાં રાખીને આજથી આમંત્રિતો સિવાય બીજા તમામ નાગરિકોની એન્ટ્રી બંધ કરો દીધી છે. આ ઉપરાંત બીજી ઘણા બદલાવ આ ત્રણ દિવસ માટે અયોધ્યામાં કરવામાં આવ્યા છે. જેમાં શુક્રવારે મધરાતથી ટ્રાફિક ડાયવર્ઝન લાગુ કરવામાં આવ્યું છે. જેના કારણે લખનઉ, ગોંડા, બસ્તી, આંબેડકરનગર, સુલતાનપુર, અમેઠીથી અયોધ્યા તરફ આવતા વાહનોને અલગ-અલગ માર્ગો દ્વારા તેમના સ્થાન પર મોકલવામાં આવશે. અયોધ્યામાં ત્રણ દિવસ માટે બહારના લોકોની પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે તેમજ ત્યાંના સ્થાનિક લોકોને ઓળખ કાર્ડ આપવામાં આવ્યા છે.

રામ લલ્લાના અભિષેક બાદ લખનઉ અને અયોધ્યા વચ્ચે દરરોજ 80 બસો ચલાવવામાં આવશે આ બસો દર 20 મિનિટે ઉપડશે ત્યારે આ બસો દ્વારા અંદાજે 40 હજાર શ્રદ્ધાળુઓને રોજ દર્શનાર્થે આવી શકશે. આ ઉપરાંત કૈસરબાગ અને અયોધ્યા વચ્ચે એસી બસો ચલાવવાની પણ શરૂઆત કરવામાં આવી છે.

આ ઉપરાંત આલમબાગ, ચારબાગ, કૌસરબાગ અને અવધ બસ સ્ટેશનથી અયોધ્યા સુધી નિયમિત બસ સેવા ચાલું કરવામાં આવશે. તમામ બસ સ્ટેન્ડ પર ભક્તો માટે હેલ્પ ડેસ્ક પણ ગોઠવવામાં આવ્યા છે. તેમાંથી ભક્તો બસોની અવરજવર વિશે માહિતી મેળવી શકશે. કોઈપણ સમસ્યાના કિસ્સામાં, મુસાફરો ટોલ ફ્રી નંબર- 18001802877 પર પણ સંપર્ક કરી શકે છે.

મુંબઈ , કોલકાતા, અમદાવાદ અને બેંગ્લોરનાં વિમાનો 18 જાન્યુઆરીના રોજ મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયા હતા. જોકે વિજીબીલીટી ઓછી હોવાના કારણે ઘણા વિમાનો મોડા પણ પડ્યા હતા. જેમ જેમ શ્રી રામ મંદિરમાં અભિષેકની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ એરપોર્ટ પર સુરક્ષા સઘન કરવામાં આવી રહી છે. પ્રયાગરાજ હાઈવેથી એરપોર્ટ સુધીના દોઢ કિલોમીટરના અંતરની બંને તરફ નાના-મોટા પોલીસકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે.

શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થવાની આશાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન આસ્થા ટ્રેનો ચલાવવાની તૈયારી કરી રહ્યું છે. આસ્થા મેમુ ટ્રેન ગોમતીનગર અને ચારબાગથી અયોધ્યા સુધી ચલાવવામાં આવશે. આ ટ્રેનો ખુબજ ટૂંક સમય માં શરૂ કરવામાં આવશે.

જોકે આ તમામ સુવિધાઓ 23 જાન્યુઆરી પછી શરૂ કરવામાં આવશે જેના કારણે દરેક નાગરિકને દર્શન કરવા જવા માટે સુવિધાઓ મળી રહે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…