અનાથાશ્રમના શિક્ષણથી IAS અધિકારી સુધી, કેરળના અધિકારીની પ્રેરણાદાયક સફર
જેના ઈરાદા દ્રઢ હોય છે તેમને લક્ષ્ય સુધી પહોંચવા પહાડ જેવી મુસીબતો પણ રોકી નથી શકતી. આવી જ પ્રેરણાદાયી વાત છે IAS અધિકારી અબ્દુલ નસારની. પાંચ વર્ષની નાની ઉંમરે અબ્દુલ નસારે પિતાની છત્રછાયા ગુમાવતા મોટી આફત આવી પડી હતી. અબ્દુલ નસારની વિધવા માતા આર્થિક તાણને કારણે તેમને શાળાનું શિક્ષણ આપી શકે એમ ન હતી, આથી અબ્દુલને અનાથાશ્રમની શાળામાં મુકવાનો નિર્ણય કર્યો હતો. અબ્દુલે અનાથાશ્રમમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું.
યુવાન અબ્દુલ ખભા પર પરિવારનું ભારણની હોવાથી શિક્ષણ માટેની પોતાની ઇચ્છાઓનું પણ બલિદાન આપવું પડ્યું હતું. મુશ્કેલ સંજોગોમાં માતાને એક દિવસનું ભોજન પૂરું પાડવા માટે પણ તેમણે સંઘર્ષ કરવો પડતો હતો. તેમણે અનાથાશ્રમમાં શિક્ષણ મેળવવાનું ચાલુ રાખ્યું હતું. દસ વર્ષની ઉંમરે તેઓ એક IAS અધિકારીને મળ્યા હતા, તેમનાથી પ્રરાઈને અબ્દુલે સિવિલ સર્વિસમાં જોડવાનું નક્કી કર્યું હતું.
આપણ વાંચો: રાહુલ ગાંધી ન્યાય યાત્રા છોડી અચાનક કેરળના વાયનાડ પહોંચ્યા, આ હતું કારણ
માતા અને ભાઈ-બહેનોને ટેકો આપવા માટે તેમણે અખબારના ડિલિવરી બોય અને તેની એસટીડી બૂથમાં કામ કરવા સાથે શિક્ષણ આગળ ધપાવ્યું. હાઈસ્કૂલ પૂર્ણ કરીને અને કેરળના થાલાસેરીમાં એક સરકારી કૉલેજમાંથી સ્નાતક થયા. તેમણે 1994 માં PSC પરીક્ષા પાસ કરી, જુનિયર હેલ્થ ઈન્સ્પેક્ટર તરીકે નોકરી મેળવી.
જો કે, તેમની આકાંક્ષાઓ ઉંચી હતી. તેઓ દિવસ દરમિયાન જુનિયર હેલ્થ ઈન્સ્પેક્ટર તરીકેની ફરજ બજાવતા અને રાત્રે ઊંઘનો ત્યાગ કરીને અભ્યાસ ચાલુ રાખ્યો. વર્ષ 2006માં તેમણે રાજ્ય સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરી ડેપ્યુટી કલેક્ટર બન્યા.
તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન, અબ્દુલના કામ પ્રત્યેના સમર્પણને કારણે પ્રશંસા મેળવી. વર્ષ 2017 માં IAS અધિકારીના પ્રતિષ્ઠિત રેન્ક પર તેમને પ્રમોશન મળ્યું.
IAS અબ્દુલ નસારની આ યાત્રા સિવિલ સર્વિસ માટે તૈયારીઓ કરી રહેલા યુવાનો માટે આશાનનું કિરણ છે. તેનું જીવન દર્શાવે છે કે અતૂટ સંકલ્પ અને પ્રતિબદ્ધતા સાથે, વ્યક્તિ સંજોગોના અવરોધોને પાર કરી રાષ્ટ્રનિર્માણના ઉમદા પ્રયાસમાં અર્થપૂર્ણ યોગદાન આપી શકે છે.