‘જાના થા નેપાળ પહોંચ ગયે બરેલી’ ગૂગલ મેપે ફ્રેન્ચ સાયકલીસ્ટને ગોથે ચડાવ્યા…
બરેલી: ‘જાના થા જાપાન પહોંચ ગયે ચીન’ જેવો ઘાટ બે ફ્રેન્ચ સાયકલીસ્ટ સાથે સર્જાયો સર્યાજાયો હતો. સાયકલ પર દિલ્હીથી કાઠમંડુ જવા નીકળેલા બે ફ્રેન્ચ પ્રવાસીઓ ખોવાઈ ગયા ઉત્તર પ્રદેશઅન બરેલીના એક ગામમાં (French cyclist in Bareli) પહોંચી ગયા. રસ્તો દેખાડવાની જગ્યાએ ગૂગલ મેપે બંને રસ્તો ભૂલવાડ્યો હતો. રાત્રે કેટલાક ગ્રામજનોએ આ બંને પ્રવાસીઓને સાયકલ ચલાવતા જોયા હતા અને તેમને ચુરૈલી પોલીસ ચોકી પર લઈ ગયા હતા.
આ પણ વાંચો : 26મી જાન્યુઆરી પૂર્વે પાટનગર ‘કિલ્લામાં’ ફેરવાયું: 15,000 પોલીસના જવાનો સુરક્ષા માટે તહેનાતનવી
પોલીસે બંને સાયકલીસ્ટને ગામના સરપંચના ઘરે ઉતારો આપવામાં આવ્યો અને શુક્રવારે તેમને રૂટ સૂચનાઓ સાથે રવાના કરવામાં આવ્યા.
નેપાળ જવા નીકળ્યા હતાં:
પોલીસ અધિકારી જણાવ્યું કે ફ્રેન્ચ નાગરિકો બ્રાયન જેક્સ ગિલ્બર્ટ અને સેબેસ્ટિયન ફ્રાન્કોઇસ ગેબ્રિયલ 7 જાન્યુઆરીએ ફ્લાઇટ દ્વારા ફ્રાન્સથી દિલ્હી આવ્યા હતા.
પોલીસ અધિકારી એ જણાવ્યું, “તેમને પીલીભીતથી ટનકપુર થઈને નેપાળના કાઠમંડુ જવું હતું. બંને વિદેશીઓ અંધારામાં ગુગલ મેપ્સને આધારે રસ્તા પર જઈ રહ્યા હતાં, એવામાં બંને ખોવાઈ ગયા. એપે તેમને બરેલીમાં બહેરી થઈને શોર્ટકટ બતાવ્યો, જેના કારણે તેઓ ચુરૈલી ડેમ પહોંચી ગયા.”
બરેલી પહોંચી ગયા:
અધિકારીએ જણાવ્યું કે “જ્યારે ગ્રામજનોએ ગુરુવારે રાત્રે 11 વાગ્યે બંને વિદેશીઓને ઉજ્જડ રસ્તા પર સાયકલ પર ફરતા જોયા, ત્યારે તેમની પાસે ગયા પણ તેઓ તેમની ભાષા સમજી શક્યા નહીં. બંને વિદેશીઓ સાથે કોઈ ઘટના ન બને તે માટે, તેઓ બંનેને ચુરૈલી પોલીસ ચોકી પર લઈ ગયા.”
આ પણ વાંચો : COVID-19 Vaccine Scam: પોલીસે રૂ. 15 કરોડના કૌભાંડમાં આરોપીની કરી ધરપકડ, ત્રણ વર્ષથી હતો ફરાર
જ્યારે ઉચ્ચ પોલીસ અધિકારીને આ બાબતની જાણ થઈ, ત્યારે તેમણે બંને ફ્રેન્ચ પ્રવાસીઓ સાથે વાત કરી અને પોલીસને તેમને તેમના ગંતવ્ય સ્થાન તરફ જવા રસ્તો બનાવ્યો અને સલાહો આપી, ત્યાર બાદ બંને રવાના કરવામાં આવ્યા.