ફિલ્મ જોતાં જોતાં મફતમાં ખાવા મળશે પોપકોર્ન; પણ તે માટે કરવું પડશે આટલું….

જ્યારે ફિલ્મની વાત થાય ત્યારે પોપકોર્નની અચૂક યાદ આવે જ. પોપકોર્ન એક એવું ફૂડ છે, જે ફિલ્મના એન્જોયમેન્ટને કમ્પ્લીટ કરે છે. પરંતુ તમે ક્યારેય વિચાર કર્યો છે કે, ફિલ્મ જોતી વખતે મફતમાં પોપકોની મજા માણવા મળે તો…. તો એક દર્શક તરીકે આથી વિશેષ બીજું શું હોય શકે? તમને વિશ્વાસ નહિ આવે પરંતુ દેશના એક થિયેટરમાં અનોખી પહેલની શરૂઆત થઈ છે. ચાલો જાણીએ કે કયું છે આ થિયેટર?
કયા થિયેટરે શરૂ કરી પહેલ? થિયેટર દ્વારા ફ્રી પોપકોર્ન, આ વાત સાંભળીને તમને વિશ્વાસ થશે જ નહિ પણ બિહારના પૂર્ણિયા જિલ્લામાં આવેલા રૂપબાણી થિયેટર દ્વારા આ અનોખી પહેલ કરવામાં આવી છે. રૂપબાણી એક પ્રખ્યાત સિંગલ સ્ક્રીન છે. પરંતુ હા, ખાસ જનવા જેવી વાત એ છે કે પોપકોર્ન ઓફરનો સીધો સંબંધ તમારા મોબાઈલ ફોન સાથે છે. કેમ? ચાલો જાણીએ. મોબાઇલ બહાર છોડીવો પડશે હકીકતમાં, આજકાલ મોબાઈલે લોકોને ઘેલું લગાડ્યું છે. લોકો સતત તેના મોબાઇલમાં વ્યસ્ત રહેતા હોય છે અને ઘણીવાર દર્શકો થિયેટરમાં મૂવી જોવામાં ઓછું ધ્યાન આપે છે અને તેમના મોબાઇલ ફોન પર વધુ ધ્યાન આપે છે. આ આદતને તોડવા માટે આ થિયેટરના માલિકે એક અનોખી પહેલ કરી છે અને જે દર્શકો પોતાનો મોબાઈલને થિયેટરની બહાર મૂકીને અંદર આવે છે તેમને મફતમાં પોપકોર્ન આપવાનું શરૂ કર્યું છે.
પહેલા જ દિવસથી સારો પ્રતિસાદ પૂર્ણિયાના આ સિનેમાએ ફ્રી પોપકોર્ન સ્કીમ શરૂ કરી છે અને પહેલા જ દિવસથી તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. થિયેટરોમાં લોકોની સંખ્યામાં વધારો કરવામાં પણ આ યોજના ઘણી અસરકારક સાબિત થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે ફિલ્મ જોતી વખતે દર્શકોની મોબાઈલમાં વ્યસ્ત રહેવાની આદતને તોડવામાં સિનેમાના આ અનોખા ઉદાહરણથી દેશના બાકીના સિનેમાઘરો કેટલા પ્રેરિત થાય છે.