ટોપ ન્યૂઝનેશનલ

ભારત ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન એરક્રાફ્ટ ખરીદશે, ટૂંક સમયમાં થઇ શકે છે ડીલ

નવી દિલ્હી: ભારત ફરી એકવાર ફ્રાન્સ સાથે મોટી ડિફેન્સ ડીલ કરવા જઈ રહ્યું છે. ફ્રાન્સે ભારતીય નૌકાદળ માટે 26 રાફેલ મરીન ફાઈટર જેટ ખરીદવા માટે ટેન્ડર ખોલ્યું છે. ભારતીય પક્ષ હવે તેનો અભ્યાસ કરીને જવાબ આપશે. સૂત્રોના જણાવ્યા મુજબ ભારતને સૌન્ય હાર્ડવેરના વેચાણ અંગે ફ્રેન્ચ પ્રસાશન દ્વારા સબમિટ કરવામાં આવેલી અરજી મળી છે.

રશિયન મૂળના મિગ 20 9K ફાઇટર એરક્રાફ્ટને ભારતીય નૌકાદળમાં સામેલ કરવાથી તેમજ દરિયાઇ વિસ્તારોને સુરક્ષિત કરવા માટે લેવામાં આવી રહેલા પગલાથી ભારતીય નૌકાદળની તાકાતમાં વધારો થશે. ભારત અને ફ્રાન્સ આ સોદાને પૂર્ણ કરવા માટે છેલ્લા કેટલાક સમયથી વાટાઘાટો કરી રહ્યા હતા. ભારતને રાફેલ મરીન ફાઈટર એરક્રાફ્ટને વહેલી તકે ઓપરેશનલ સર્વિસમાં સામેલ કરવા અપેક્ષા છે.


ભારતીય નૌકાદળના એરક્રાફ્ટ કેરિયર્સને વધુ શક્તિશાળી બનાવવાના પ્રયાસોના ભાગરૂપે ભારતે 26 રાફેલ મરીન એરક્રાફ્ટ ખરીદવા માટે ફ્રાન્સ સાથે 6 બિલિયન યુએસ ડોલરના સોદા અંગે વાટાઘાટ શરૂ કર્યા હતા. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતે તાજેતરમાં જ ફ્રાન્સની સરકારને વિનંતીનો પત્ર સુપરત કર્યો છે અને બંને સરકારો વચ્ચે ડીલ પર વાતચીત ચાલી રહી છે.


જે આગામી મહિનાઓમાં આ સોદો ફાઇનલ થવાની ધારણા છે, તેનાથી ભારતના એરક્રાફ્ટ કેરિયર્સ, INS વિક્રાંત અને INS વિક્રમાદિત્યન તાકાતમાં વધારો થશે.


દસોલ્ટ એવિએશન પાસેથી મેળવેલ રાફેલ મરીન જેટ હાલમાં તૈનાત મિગ-29નું સ્થાન લેશે. તાજેતરના વર્ષોમાં ફ્રેન્ચ એરોસ્પેસ પાસેથી ભારતની આ બીજી મોટી ફાઇટર જેટની ખરીદી હશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button