કેદારનાથ યાત્રાના નામે સાયબર ફ્રોડ કરનાર ચાર આરોપી ઝડપાયા

રુદ્ર પ્રયાગ : ગુજરાતમાંથી કેદારનાથ યાત્રા માટે જતા શ્રધ્ધાળુ સાથે કરવામાં આવેલા 1.91 કરોડની સાયબર ફ્રોડનો ભેદ ઉકેલાયો છે. જેમાં પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી હેલિકોપ્ટર ટિકિટ આપીને છેતરપિંડી કરવા બદલ ચાર લોકોની ધરપકડ કરી છે.
સુરતના રહેવાસી સૂર્યપ્રકાશ મિશ્રાએ ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે પોલીસે જણાવ્યું હતું કે ગુજરાતના સુરતના રહેવાસી સૂર્યપ્રકાશ મિશ્રાએ અગાઉ ગુપ્તકાશી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે તેમણે ફેસબુક પર પવન હંસ લિંક જોઈને ટિકિટ બુક કરાવી હતી. 32 લોકો માટે ટિકિટ વોટ્સએપ ચેટિંગ દ્વારા ફાઇનલ કરવામાં આવી હતી. જેમાં રૂપિયા 1,91,812 તેમના ખાતામાં જમા કરવામાં આવ્યા હતા. જોકે, ટિકિટ ન મળતા અને ફોન ન આવતા તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
બેંક ખાતાઓ ફ્રીઝ કર્યા
આ અંગે રુદ્ર પ્રયાગના પોલીસ અને સાયબર સેલે છેતરપિંડી કરનારાઓ દ્વારા ઉપયોગમાં લેવાતા બેંક ખાતાઓ, મોબાઇલ નંબરો અને લિંક્સ પર નજર રાખી હતી. પોલીસે આરોપીઓ પાસેથી છ મોબાઇલ ફોન, 18 બેંક ખાતા, એક એટીએ કાર્ડ જપ્ત કર્યા અને આશરે રૂપિયા 3 લાખ ફ્રીઝ કર્યા હતા.
માસ્ટરમાઇન્ડની બિહારના નવાદાથી ધરપકડ
આ અંગે એસપી અક્ષય પ્રહલાદ કોંડે જણાવ્યું કે આ સમગ્ર ફ્રોડના માસ્ટરમાઇન્ડની બિહારના નવાદામાંથી ધરપકડ કરવામાં આવી હતી. જયારે અન્ય ત્રણ આરોપીઓની ઓડિશાના મયુરગંજ અને બૌધમાં ધરપકડ કરવામાં આવી હતી. જયારે પોલીસનું કહેવું છે કે ભવિષ્યમાં છેતરપિંડી કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
આપણ વાંચો: ભારતના અર્થતંત્રને મળ્યો વેગ! RBI રેપો રેટ યથાવત્ રાખ્યો, GDP ગ્રોથ માટે આપ્યું અનુમાન