અરુણાચલ પ્રદેશ મુદ્દે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાને આપ્યું મહત્વનું નિવેદન…
ઝાંગહુમાં આયોજિત એશિયન ઓલિમ્પિક ગેમ્સમાં ચીને કેટલાક ભારતીય ખેલાડીઓને એન્ટ્રી આપી નહોતી. આ અંગે વિવાદ થતા ભારત સરકારે તરત જ પગલાં લીઘા હતા અને કેન્દ્રીય રમત ગમત પ્રધાન અનુરાગ ઠાકુરે તેમનો ચીનનો પ્રવાસ રદ્ કર્યો હતો. તેમજ પૂર્વ રમત ગમત પ્રધાન કિરેન રિજ્જુએ પણ આકરી પ્રતિક્રિયા આપતો જણાવ્યું હતું કે ચીન ગમે તેટલું કરે અરુણાચલ પ્રદેશ ભારતનો હિસ્સો હતો, છે અને રહેશે.
અરુણાચલના ખેલાડીઓને ગેમ્સમાં પ્રવેશ ના આપવાથી અરુણાચલ પ્રદેશને કોઈ ફરક નહીં પડે. તે હંમેશા ભારતનું અભિન્ન અંગ રહેશે. તેમજ તેમણે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિને પણ આ મામલે કડક પગલાં લેવાની અપીલ કરી છે. ચીનની માનસિક સ્થિતી સમજાતી નથી અગાઉ 2008માં હું એક સાંસદ તરીકે ગયો ત્યારે મને સરળતાથી વિઝા આપ્યા હતા.
જો કે ચીને અત્યારે અરુણાચલના ખેલાડીઓને એન્ટ્રી આપી નહોતી અને તેના કારણે લોકોમાં ઘણો ગુસ્સો જોવા મળી રહ્યો છે. જો કે દુઃખની વાત એ છે કે અમારા ખેલાડીઓએ એશિયન ગેમ્સમાં પ્રદર્શન કરવાની તક ગુમાવવી પડી. પરંતું હું સ્પષ્ટ કરવા માંગુ છું કે અરુણાચલના લોકો અરુણાચલને ચીન સાથે કોઈ પણ રીતે જોડતા નથી, ન તો ઈતિહાસમાં અને ન તો ભવિષ્યમાં. અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ છે.
કિરેન રિજિજુએ એવી પણ માંગ કરી હતી કે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ આ મુદ્દે ચીન સામે વિરોધ નોંધાવવો જોઈએ કારણ કે ઓલિમ્પિક ચાર્ટર મુજબ તમે કોઈપણ એથ્લેટ સાથે ભેદભાવ કરી શકતા નથી. ચીને ભારતમાં અરુણાચલના ખેલાડીઓને વિઝા ન આપી અને તેમનો પ્રવેશ અટકાવીને ખૂબ જ ખોટું કર્યું છે. આ ઉપરાંત તેમણે જે ત્રણ છોકરીઓ ચીન ન જઈ શકી, તે ખેલાડીઓની મદદ કરશે અને તેમના ભવિષ્યની જવાબદારી પણ લીધી હતી.
નોંધનીય છે કે અરુણાચલ પ્રદેશની ત્રણ મહિલા વુશુ ખેલાડીઓ એશિયન ગેમ્સમાં પ્રવેશ માટે જરૂરી દસ્તાવેજોમાં એક્રેડિટેશન કાર્ડ ડાઉનલોડ કરવાના હતા તે થયા નહોતા. ચીનના વિઝા મેળવવા માટે એક્રેડિટેશન કાર્ડ બનાવવું જરૂરી હતું. આ ત્રણ ખેલાડીઓ વિના 10 સભ્યોની માર્શલ આર્ટ ટીમ બુધવારે ચીન જવા રવાના થઈ હતી.