પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે RAW ના ભૂતપૂર્વ વડાને સોંપવામાં આવી મહત્વની જવાબદારી

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. એક બાદ એક હાઈ લેવલ સિક્યોરિટી મિટિંગ યોજાઈ રહી છે. દરમિયાન, સરકારે બુધવારે નેશનલ સિક્યોરિટી એડવાઇઝરી બોર્ડ (NSAB) માં મોટા ફેરફાર કર્યા છે. R&AW ના ભૂતપૂર્વ વડા આલોક જોશીને NSABના ચેરમેન બનાવવામાં આવ્યા છે.
NSAB અન્ય સભ્યોમાં ઘણા મોટા નામોનો સમાવેશ થાય છે. પશ્ચિમી વાયુસેના ભૂતપૂર્વ કમાન્ડર એર માર્શલ પીએમ સિંહા, દક્ષિણી આર્મી કમાન્ડર ભૂતપૂર્વ લેફ્ટનન્ટ જનરલ એકે સિંહ અને રીઅર એડમિરલ મોન્ટી ખન્ના હવે NSAB નો સભ્ય બનશે. રાજીવ રંજન વર્મા અને મનમોહન સિંહનો પણ બોર્ડમાં સમાવેશ થાય છે, તેઓ તે બંને ઇન્ડિયન પોલીસ સર્વિસ(IPS) માંથી નિવૃત્ત થયા છે. નિવૃત્ત IFS અધિકારી બી વેંકટેશ વર્મા પણ સાત સભ્યોના બોર્ડનો ભાગ છે.
આ પણ વાંચો: ભારત ગમે ત્યારે કઈંક કરશે તેવી આશંકાથી ફફડ્યું પાકિસ્તાન, પોસ્ટ છોડીને ભાગી પાકિસ્તાની સેના
NSAB શું કામ કરે છે?
NSAB એક ખાસ સિક્યોરિટી ગ્રુપ છે. તેનું મુખ્ય કામ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલને લાંબા ગાળાનું વિશ્લેષણ પૂરું પાડવાનું છે. ઉપરાંત, NSAB કાઉન્સિલ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર ઉકેલો અને નીતિગત વિકલ્પો સૂચવે છે.
વડાપ્રધાન મોદીએ તેમના નિવાસસ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS) ની બેઠક યોજી હતી. પહેલગામમાં થયેલા હુમલા બાદ આ બેઠક બોલાવવામાં આવી હતી. CCS બેઠકની સાથે, બે વધુ સમિતિઓની બેઠકો પણ યોજાઈ હતી.