અજમેર દરગાહ વિવાદ પર પૂર્વ અધિકારીઓનો PMને પત્ર; કહ્યું “વારસા પર હુમલો….
નવી દિલ્હી: સ્થાનિક અદાલતે અજમેર શરીફ દરગાહના સર્વેક્ષણનો આદેશ આપ્યાના દિવસો બાદ, ભૂતપૂર્વ અધિકારીઓ અને રાજનેતાના જૂથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમાં તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે પીએમના હસ્તક્ષેપની માંગ કરી છે જે ભારતની સંસ્કૃતિના વારસા પર વૈચારિક હુમલો છે. અધિકારીઓ અને રાજદ્વારીઓના જૂથે કહ્યું કે પીએમ મોદી એકમાત્ર એવા વ્યક્તિ છે જે આ ગેરકાયદેસર ગતિવિધિઓને રોકી શકે છે.
આ પણ વાંચો: અજમેર શરીફ દરગાહ પર પહેલા શિવ મંદિર હતું? 20 ડિસેમ્બરે સુનાવણી
કોણે લખ્યો પત્ર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખનારા અમલદારો અને રાજદ્વારીઓમાં દિલ્હીના ભૂતપૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર નજીબ જંગ, યુકેમાં ભારતના ભૂતપૂર્વ હાઈ કમિશનર શિવ મુખર્જી, ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસવાય કુરેશી, સેનાના પૂર્વ ઉપપ્રમુખ લેફ્ટનન્ટ જનરલ ઝમીરુદ્દીન શાહ અને RBIના પૂર્વ નાયબ ગવર્નર રવિ વીરા ગુપ્તા સહિતનો સમાવેશ થાય છે. તેમણે પત્રમાં જણાવ્યું હતું કે, પૂજા સ્થળ અધિનિયમ એક્ટની સ્પષ્ટ જોગવાઈઓ હોવા છતાં, અદાલતો ગેરવાજબી માંગણીઓનો ઉતાવળથી જવાબ આપે છે.
કોર્ટમાં અરજી દાખલ
ઉલ્લેખનીય છે કે હિંદુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ અજમેર શરીફને મહાદેવનું મંદિર ગણાવીને કોર્ટમાં અરજી કરી છે. કોર્ટે આ મામલાને સુનાવણી માટે યોગ્ય ગણ્યો અને સંબંધિત પક્ષકારોને નોટિસ પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ દરગાહમાં ચાદર ચઢાવવામાં આવે છે.
પૂજા સ્થળો પર હુમલો વારસાનો હુમલો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “વિશિષ્ટ પૂજા સ્થાનો પર વૈચારિક હુમલો એ આપણી સંસ્કૃતિના વારસા પર હુમલો છે. આનાથી ન તો સમાજ પ્રગતિ કરી શકે છે અને ન તો વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “જે ઘટનાની શરૂઆત ગૌમાંસ લઈ જવા માટે મુસ્લિમ પુરુષોને ધમકાવવામાં કે માર મારવાથી શરૂઆત થયેલી, જે નિર્દોષ લોકોને તેમના ઘરની અંદર જ હત્યામાં પરિણમી ગઈ છે.
વડાપ્રધાન ખાતરી આપે
પત્રમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, “આ ઘટનાઓ પર્યાપ્ત ન હતી. હાલમાં હિંદુ હિતો મધ્યયુગીન મસ્જિદો અને દરગાહ પર પુરાતત્વીય સર્વેક્ષણની માંગ કરી રહ્યા છે.” તેમણે પીએમ મોદીને અપીલ કરી કે તેઓ તમામ ભારતીયોને ખાતરી આપે કે સરકાર સાંપ્રદાયિક સૌહાર્દ, સદભાવ અને એકતા જાળવવાના તેના સંકલ્પમાં અડગ રહેશે.