પેરોલ પર જેલમાંથી બહાર આવ્યા પૂર્વ MLA,બિહારમાં JDUના ઉમેદવાર માટે કર્યો મેગા રોડ શો

પટણા: અનંત કુમાર સિંહ જેમને છોટે સરકારના નામથી પણ ઓળખવામાં આવે છે, મોકામાથી પાંચ વખત ધારાસભ્ય રહી ચુકેલા અનંત કુમાર સિંહ હાલ પેરોલ પર જેલમાંથી બહાર આવ્યા છે. આજે સવારે જ તેમને પટણામી બેઉર સેન્ટ્રલ જેલમાંથી 15 દિવસ માટે પેરોલ પર છોડવામાં આવ્યા છે.
અનંત સિંહના સ્વાગત માટે સેંકડો લોકો તેમની બહાર આવવાની રાહ જોઈને ઉભા હતા. આ ભીડે તેમના સમર્થનમાં સુત્રોચ્ચાર કર્યા હતા. અનંત કુમાર સિંહ જેલમાંથી બહાર આવ્યા કે તરત જ તેમના સ્વાગત માટે ઢોલ-નગારા અને પુષ્પવર્ષાથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
તેમણે જેલમાંથી બહાર આવ્યા બાદ નિતિશ કુમારની પાર્ટી JDUના ઉમેદવાર લલન સિંહના સમર્થનમાં એક વિશાળ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ભાગ લીધો હતો.
મોટરકારોના એક વિશાળ કાફલા સાથે બાઢ વિધાનસભા વિસ્તારના સબનીમા ગામમાં પોતાનો રોડ શો કર્યો અને મુંગેરથી જેડીયૂના ઉમેદવાર લલન સિંહ માટે પ્રચાર કર્યો હતો. મોકામા અને બાઢ બંને મુંગેર લોકસભા સીટ હેઠળ આવે છે.
ઉલ્લેખનિય છે કે અનંત સિંહ જેમણે વર્ષ 2020માં તેમની છેલ્લી વિધાનસભા ચૂંટણી લાલુની પાર્ટી રાષ્ટ્રિય જનતા દળની ટિકિટ પર ચૂંટણી જીતી હતી. તેમને હથિયારોના કેસમાં દોષિત ઠરાવવામાં આવ્યા હતા. તેઓ હાલ 10 વર્ષની સજા ભોગવી રહ્યા છે.