
તિરુવનંતપુરમઃ કેરળના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને વરિષ્ઠ માર્ક્સવાદી નેતા અચ્યુતાનંદનનું 101 વર્ષની ઉંમરે નિધન થયું છે. સીપીઆઈ (એમ)ના વરિષ્ઠ નેતા અને કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વીએસ અચ્યુતાનંદન ઘણાં સમયથી બીમાર હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. અચ્યુતાનંદનને હૃદયરોગનો હુમલો આવ્યાં બાદ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં આજે તેમનું નિધન થયું હતું.
21મી જૂને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા
અચ્યુતાનંદને જાન્યુઆરી 2021માં વહીવટી સુધારા સમિતિના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યારે પછી તેઓ તિરુવનંતપુરમમાં તેમના પુત્ર કે પુત્રીના ઘરે રહેતા હતા. આજે સોમવારે કેરળના મુખ્ય પ્રધાન પિનારાઈ વિજયન અને માકપા નેતાઓ તેમનેની સારસંભાળ લેવા માટે હોસ્પિટલ ગયાં હતાં. મીડિયા અહેવાલ પ્રમાણે મુખ્ય પ્રધાન સાથે નાણાં પ્રધાન કેએન બાલગોપાલ અને રાજ્ય સચિવ સહિતા પાર્ટીના અનેક નેતાઓ પણ હોસ્પિટલમાં ગયાં હતાં.
પોતાના જીવનકાળમાં 10 વખત ચૂંટણી લડ્યાં
અચ્યુતાનંદનનું નામ કેરળના રાજકારણમાં ખૂબ જ મોટું માનવામાં આવે છે. અચ્યુતાનંદએ એક બે વખત નહીં, પરંતુ સાત વખત ધારાસભ્યપદે રહ્યાં છે. પોતાના જીવનકાળ દરમિયાન 10 વખત ચૂંટણી લડી હતી, જેમાંથી સાત વખત તેમનો વિજય થયો હતો. વર્ષ 2006થી 2011 સુધીમાં અચ્યુતાનંદ કેરળના મુખ્ય પ્રધાન પદે રહ્યાં હતાં.
અચ્યુતાનંદને પોતાનું જીવન સામાજિક ન્યાય અને કામદારોના અધિકારો માટે ઝુંબેશમાં ખર્ચી નાખ્યું હતું. 1964માં અવિભાજિત કમ્યુનિસ્ટ પાર્ટીમાં વિભાજન પછી ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)ની સ્થાપના કરનાર જૂથના છેલ્લા હયાત સભ્યોમાંના એક હતા. પરંતુ હવે તેમનું પણ અવસાન થયું છે.