Karnatakના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયૂરપ્પાને કોર્ટે આપ્યા જામીન; 17 મીએ CID સમક્ષ હાજર થવા આદેશ

બેંગલુરુ: કર્ણાટક હાઇકોર્ટે શુક્રવારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયૂરપ્પાને એક મોટી રાહત આપી છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી પર POCSO જેવા ગંભીર ગુના વિરુદ્ધ જારી કરેલા બિનજામીનપાત્ર વોરંટ પર હાલ રોક લગાવી દેવામાં આવી છે. આથી હવે CID દ્વારા કરવામાં આવનાર તેમની ધરપકડ પર પણ પૂર્ણવિરામ મુકાઇ ચૂક્યું છે.
આ પણ વાંચો: કોણ છે દક્ષિણની સુષ્મા સ્વરાજ, જે બની શકે છે સ્પીકર
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી વિરુદ્ધ ચાલી રહેલા POCSO જેવા ગંભીર અને જાતીય શોષણના ગુનામાં બેંગલુરુની કોર્ટે ગુરુવારે તેમના વિરુદ્ધ બિન જામીનપાત્ર ધરપકડનું વોરંટ કાઢ્યું હતું. જો કે હવે રાજ્યની હાઇકોર્ટે તે વોરંટ પર રોક લગાવી દીધી છે અને યેદિયૂરપ્પાને 17 જૂને આ કેસ બાબતે POCSOની સમક્ષ હાજર થવાનું ફરમાવ્યું છે. આ કેસને લઈને તપાસ કરી રહેલી CIDની સામે બુધવારે તેઓ હજાર ન થતાં CIDની વિશેષ તપાસની ટીમે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં તેમની વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવાની માગણી કરી હતી.
આ પણ વાંચો: કર્ણાટક અશ્લીલ વીડિયો કાંડ: પ્રજ્વલ રેવન્નાની બેંગલુરુ સેશન્સ કોર્ટમાં વચગાળાની જામીન અરજી
તો બીજી તરફ બીએસ યેદિયૂરપ્પાએ આ તપાસમાં શામેલ થવા માટે થોડો સમય માંગ્યો હતો. અખબારી સંસ્થાઓના મતે, ભાજપના દિગ્ગજ નેતા દિલ્હીમાં કોઈ અજ્ઞાત સ્થળ પર ચાલ્યા ગ્યાં હતા. પોલીસના મત્તાનુસાર, યેદિયૂરપ્પા પર 17 વર્ષીય સગીર બાળકીની માણી ફરિયાદના આધારે POCSO અધિનિયમ અને IPCની કલમ 354 (a) અંતર્ગત ફરિયાદ દાખલ કરવાના આવી હતી,
તો બીજી તરફ બાળકીની માએ આરોપ છે કે ફેબ્રુઆરીમાં આરોપીએ પીડિતને ડોલર્સ કોલોમી આવેલ તેમના નિવાસસ્થાન પર દૂસક્રમ આચર્યું હતું.