ઝારખંડના આદિવાસીઓના 'ગુરુજી' સોરેને કરોડો લઈ કોંગ્રેસ સરકારને બચાવેલી, હત્યા કેસમાં સજા થતાં મંત્રીપદ ખોયેલું | મુંબઈ સમાચાર

ઝારખંડના આદિવાસીઓના ‘ગુરુજી’ સોરેને કરોડો લઈ કોંગ્રેસ સરકારને બચાવેલી, હત્યા કેસમાં સજા થતાં મંત્રીપદ ખોયેલું

રાંચી, ઝારખંડઃ ઝારખંડના પૂર્ણ મુખ્ય પ્રધાન શિબુ સોરેનનું આજે સવારે 81 વર્ષની વયે નિધન થયું છે. સોરેન ઘણાં લાંબા સમયથી બીમાર હોવાથી દિલ્લીની ગંગારામ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાનું આજે તેમનું અવસાન થયું છે. આદિવાસી પરિવારમાં જન્મેલા સોરેન લાખો કરોડો આદિવાસીઓ માટે ભગવાન સમાન હતાં. તેમની માત્ર એક ઝલક જોવા માાટે લોકો મોટી રાત સુધી તેમના ઘરની સામે બેસી રહેતા હોય છે. આજે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધી છે.

લાખો આદિવાસીઓ માટે ભગવાન સમાન હતા સોરેન

શિબુ સોરેનનો જન્મ 11 જાન્યુઆરી 1944માં થયો હતો. પિતા સોવરન માંઝી તે વિસ્તારમાં શિક્ષક તરીકે સેવા આપતા હતા. એટલે બાળપણ શિક્ષક પરિવારમાં પસાર થયું હતું. શિબુ સોરેનના લગ્ન રૂપી કિસ્કુ સાથે થઈ હતી. પરિવારમાં તેમને ત્રણ દીકરા દુર્ગા, હેમંત અને બંસત જ્યારે એક દીકરી અંજલી છે. શિબુ સોરેન આદિવાસીઓના અધિકારો માટે ખૂબ લડ્યાં છે.

બાળપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી

શિબુ સોરેનના પિતા વ્યવસાયે શિક્ષક હતાં તેમના પિતાનો સ્વાભવ ખૂબ જ શાંત અને સોમ્ય હતા. પરંતુ આ વિસ્તારના શાહુકારો અને વ્યાજખોરો સાથે સારું બનતું ન હતું. તેઓ વારંવાર આ લોકોનો વિરોધ કરતાં હતાં. શાહુકારો અને વ્યાજખોરો આદિવાસીઓ સાથે ખરાબ રીતે વર્તતા હોવાથી તેઓ તેમનો વિરોધ કરતા હતાં. જેથી શાહુકારો અને વ્યાજખોરોએ જમીન વિવાદમાં શિબુ સોરેનના પિતાની હત્યા કરી દીધી હતી. પિતાના અવસાન પછી શિબુ સોરેને શાહુકારો અને વ્યાજખોરો સામે અવાજ ઉઠાવવાનો નિશ્ચય કર્યો અને તેમાં આગળ વધ્યાં હતાં.

1970ના દશકમાં આદિવાસી નેતા કરીકે રાજનીતિમાં પ્રવેશ

શિબુ સોરેને પોતાના ગામના આદિવાસીઓને સંગઠિત કર્યા અને ‘ધાનકટની આંદોલન’ શરૂ કર્યું હતું. શિબુ સોરેનનું આ આંદોલન માત્ર તેમની હિંમત જ નહીં પરંતુ એક એવો ઇતિહાસ બનાવ્યો જેણે ઝારખંડના આદિવાસીઓને તેમની શક્તિનો અહેસાસ કરાવ્યો હતો. ત્યાર બાદ તેઓ રાજકારણમાં આવ્યા અને આગળ વધ્યાં હતાં. શિબુ સોરેને 1970ના દશકમાં એક આદિવાસી નેતા કરીકે રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. 1975માં આદિવાસીઓ માટે એક આંદોલન કર્યું હતું જેમાં 7 લોકોના મોત થયાં હતા. જેથી તેમના પર હિંસા ભડકાવવાનો આરોપ પણ લાગ્યો હતો.

શિબુ સોરેનનો રાજનીતિમાં પ્રવેશ

શિબુ સોરેને 1977માં લોકસભાની ચૂંટણી લડી હતી પરંતુ તેમાં હાર મળી ત્યાર બાદ પહેલી વખથ 1980માં સાંસદની ચૂંટણી જીત્યાં હતાં. પછી તો 1989, 1991 અને 1996માં લોકસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી. 2002માં શિબુ સોરેન રાજ્યસભામાં પણ પહોંચ્યાં હતાં, પરંતુ સાંસદ પદેથી રાજીનામું આપીને લોકસભાની ચૂંટણી લડ્યા અને જીત્યાં હતાં. શિબુ સોરેને ઝારખંડ મુક્તિ મોરચાની સ્થાપના કરી અને તેનું નેતૃત્વ કર્યું હતું. આ સંગઠનની મુખ્ય માંગ ઝારખંડને નવું રાજ્ય બનાવવાની હતી. આ સંગઠન અને આંદોલનના કારણે 2000માં ઝારખંડ રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. આ દરમિયાન ત્રણ વખત સોરેન ઝારખંડ રાજ્યના મુખ્ય પ્રધાન બન્યાં હતાં પરંતુ ત્રણેય વખત તેમનો કાર્યકાળ વધારે ચાલી શક્યો નહોતો. પહેલી વખત 2005માં તેઓ ઝારખંડના મુખ્ય પ્રધાન બન્યાં પરંતુ માત્ર 9 દિવસમાં જ રાજીનામું આપવું પડ્યું હતું. 2008માં ફરી મુખ્ય પ્રધાન બન્યા પરંતુ છ મહિનામાં રાજીનામું આપવું પડ્યું હતું. ત્યાર બાદ ફરી 2009માં સીએમ બન્યા પરંતુ ભાજપનું સમર્થન ના મળ્યું તો રાજીનામું આપી દેવું પડ્યું હતું.

સૌથી મોટા ભ્રષ્ટાચારના કેસમાં શિબુ સોરેનનું નામ આવ્યું હતું

શિબુ સોરેનનું નામ ભારતીય રાજકારણના સૌથી મોટા ભ્રષ્ટાચારના કેસોમાંના એક 1993ના ‘સાંસદ લાંચ કૌભાંડ’ માં આવેલું છે. આ તે કૌભાંડ હતું જેણે સંસદની ગરિમા પર પ્રશ્નો ઉભા કર્યા હતા અને ભારતીય લોકશાહીને હચમચાવી નાખી હતી. તે સમયે ઝારખંડ મુક્તિ મોરચાના ચાર સાંસદો શિબુ સોરેન, શૈલેન્દ્ર મહતો, સૂરજ મંડલ અને સિમોન મરાંડી પર લાંચ લેવાનો અને નરસિંહ રાવ સરકારની તરફેણમાં મતદાન કરવાનો આરોપ લાગ્યો હતો. જોકે આ કેસમાં 1998માં સુપ્રીમ કોર્ટ સંસદમાં ભાષણ આપવા અથવા મતદાન કરવા બદલ સાંસદોને ફોજદારી કાર્યવાહીમાંથી મુક્તિ આપી દીધી હતી. જેથી શિબુ સોરેન અને અન્ય સાંસદો સામે નોંધાયેલો કેસ રદ્દ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો…ઝારખંડના પૂર્વ મુખ્ય પ્રધાન શિબુ સોરેનનું 81 વર્ષની વયે અવસાન

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button