નેશનલ

શોકિંગઃ ઓટો ડ્રાઈવરના હુમલા બાદ ગોવાના પૂર્વ ધારાસભ્યનું મોત

પણજી: ગોવાના ભૂતપૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા લવૂ મામલતદાર કથિત રીતે એક ઓટોરિક્ષા ચાલકે કરેલા હુમલા પછી પડી જવાને કારણે મોત થયું હતું. તેઓ 68 વર્ષના હતા. દલીલ બાદ ઓટો ડ્રાઈવર દ્વારા કથિત રીતે હુમલો કર્યાની મિનિટો પછી એક હોટેલમાં પડી ગયા હતા અને તેમનું મૃત્યુ થયું હતું, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

પોલીસે આરોપી ઓટો ચાલકની ધરપકડ કરી લીધી છે. કર્ણાટક પોલીસ વિભાગના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર તેઓ બેલાગાવીમાં બિઝનેસ ટ્રીપ પર હતા જ્યાં આ ઘટના બની હતી.

Also read: કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈએ બજેટને લઈને સરકારને ઘેરી

આ અકસ્માત બાદ મામલતદાર અને ઓટો ડ્રાઈવર વચ્ચે ઝઘડો થયો હતો. તકરાર દરમિયાન, ઓટોડ્રાઈવરે તેને ઘણી વાર માર માર્યો હતો, એમ અધિકારીએ સ્થળ પરથી મેળવેલા સીસીટીવી ફૂટેજને ટાંકીને જણાવ્યું હતું.

હુમલા બાદ મામલતદાર હોટેલમાં ગયા હતા જ્યાં તેઓ સીડી પરથી પડી ગયા હતા. તેને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ દાખલ થાય તે પહેલા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મામલતદાર ૨૦૧૨-૧૭ વચ્ચે મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતા ગોવા વિધાનસભાના સભ્ય હતા. તેઓ ૨૦૨૨માં કોંગ્રેસમાં જોડાયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button