34,000 કરોડ રૂપિયાના બેન્ક કૌભાંડમાં ડીએચએફલના પૂર્વ ડિરેક્ટરની ધરપકડ

નવી દિલ્હીઃ સીબીઆઈએ ડીએચએફએલના પૂર્વ ડિરેક્ટર ધીરજ વાઘવનને 34 હજાર કરોડ રૂપિયાના બેન્ક ગોટાળા કેસમાં ધરપકડ કરી છે, એમ અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી હતી.
તેઓએ જણાવ્યું હતું કે વાઘવનને સોમવારે સાંજે મુંબઈમાં કસ્ટડીમાં લીધા અને મંગળવારે દિલ્લીની એક ખાસ અદાલતમાં રજૂ કરાયા.અદાલતે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા.
આ પણ વાંચો: 5.84 કરોડના સોના સાથે તાડદેવના વેપારી અને કેનિયાની ત્રણ મહિલાની ધરપકડ
તેઓએ કહ્યું કે આ કેસમાં સીબીઆઇએ તેમના વિરુદ્ધ 2022માં પહેલા જ આરોપનામું દાખલ કરી દીધું હતું. અધિકારીઓએ જણાવ્યુ કે વાઘવનની એજન્સીએ યસ બેન્કના ભ્રસ્ટ્રાચાર કેસમાં પહેલા ધરપકડ કરી હતી અને તેઓ જામીન પર હતા
સીબીયાઈએ 17 બેન્કના કન્સોર્ટિયમથી 34 હજાર કરોડ રૂપિયાના કહેવાતા ગોટાળાના સબંધમાં ડીએચએફએલ કેસ નોંધાયો હતો આ કેસને દેશના સૌથી મોટા બેંકિંગ લોંન ગોટાળામાં માનવામાં આવે છે.