ઝારખંડના પૂર્વ મુખ્યપ્રધાન ચંપાઈ સોરેને ધારણ કર્યો ભાજપનો કેસરીયો

રાંચી: પૂર્વ મુખ્ય પ્રધાન અને ઝારખંડ મુક્તિ મોરચાના પૂર્વ નેતા ચંપાઈ સોરેને ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો છે. ચંપાઈ સોરેનની સાથે તેમના પુત્ર બાબુલાલ સોરેન પણ ભાજપમાં જોડાયા છે. રાંચીમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમના હજારો સમર્થકોની સાથે તેઓ ભાજપમાં જોડાયા હતા. તેઓ ભાજપમાં જોડાયા ત્યારે આસામના સીએમ હિમંત બિસ્વા સરમા અને શિવરાજ સિંહ ચૌહાણ અને બીજેપીના અન્ય અગ્રણી નેતાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: BJYM રેલીમાં પોલીસ સાથે અથડામણઃ ઝારખંડ ભાજપના અધ્યક્ષ, સહિત 12,051થી વધુ લોકો પર FIR
ચંપાઈ સોરેને ગઈ 28 ઓગસ્ટના રોજ જેએમએમ (JMM)ના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપતા તેણે કહ્યું હતું કે, આજે તેણે ઝારખંડ મુક્તિ મોરચાના પ્રાથમિક સભ્યપદ અને તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. ઝારખંડના આદિવાસીઓ, આદિવાસીઓ, દલિતો, પછાત લોકો અને સામાન્ય લોકોના મુદ્દાઓ પર અમારો સંઘર્ષ ચાલુ રહેશે.
થોડા દિવસ પૂર્વે જ ચંપાઈ સોરેન દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. આ મીટિંગની તસવીરો આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી અને કહ્યું હતું કે ચંપાઈ 30 ઓગસ્ટે ભાજપમાં જોડાશે.