નેશનલ

Lok Sabha Election Results પછી વિદેશી મીડિયાએ આપી પ્રતિક્રિયા

અમેરિકા, રશિયા, નેધરલેન્ડ સહિત અન્ય દેશના વડાએ શુભેચ્છા આપી

નવી દિલ્હીઃ ભાજપની આગેવાની હેઠળનું નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ(એનડીએ) લોકસભા ચૂંટણી (Lok Sabha Election Result)માં સૌથી મોટા ગઠબંધન તરીકે ઊભરી આવ્યું છે. જેણે સરળતાથી ૨૭૨ના બહુમતીના આંકડાને પાર કરી લીધો હતો. આ ચૂંટણીના પરિણામોને લઇને વિદેશી મીડિયાએ રસપ્રદ પ્રતિક્રિયાઓ આપી છે. ઉપરાંત, અમેરિકા, રશિયા, નેધરલેન્ડ સહિત અન્ય દેશના વડાએ નરેન્દ્ર મોદીને શુભેચ્છા આપી હતી. સૌથી વધુ ખુશી પાકિસ્તાન અને ચીનના મીડિયામાં જોવા મળી છે, જ્યારે અમેરિકન મીડિયાએ આ અંગે સંતુલિત અભિપ્રાય આપ્યો છે.

ભાજપના ચૂંટણી પરિણામો અંગે ચીનનું કહેવું છે કે હવે મોદી સરકાર માટે આર્થિક સુધારાનું મિશન મુશ્કેલ બનશે. ચીનના ‘ગ્લોબલ ટાઇમ્સ’એ કહ્યું કે મોદીનું ગઠબંધન બહુ ઓછા માર્જિનથી જીત્યું છે. ચીનના નિષ્ણાંતોના મતે હવે મોદીની ચાઇનીઝ મેન્યુફેક્ચરિંગ સાથે સ્પર્ધા કરવાની અને ભારતના બિઝનેસ વાતાવરણને સુધારવાની મહત્વાકાંક્ષા પૂરી કરવી મુશ્કેલ બનશે.

લોકસભા ચૂંટણીમાં સતત ત્રીજી વખત જીત મેળવનાર ભાજપને લઇને પાકિસ્તાન ખુશ છે અને ડરી પણ ગયું છે. તે ખુશ છે કે ભાજપને બહુમતી મળી નથી અને હવે તેને સાથી પક્ષોની જરૂર પડશે. પાકિસ્તાની અખબાર ‘ડોન’એ લખ્યું છે કે મોદીના નેતૃત્વમાં એનડીએ આશ્ચર્યજનક રીતે ઓછા માર્જિનથી જીત્યું છે.

હવે તેણે પોતાના સાથીઓ પર આધાર રાખવો પડશે. આ સાથે જ તેમણે મોદીની જીતને ભારતીય મુસ્લિમોના ડર સાથે જોડી દીધી છે. અખબાર કહે છે કે ફરી મોદી સરકાર આવવાથી ભારતીય મુસ્લિમોને ભવિષ્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ‘ધ ગાર્ડિયન’એ કહ્યું કે નરેન્દ્ર મોદી ત્રીજી વખત સત્તામાં આવવા માટે તૈયાર દેખાય છે. પરંતુ ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે તેમને શાનદાર જીત મળી નથી.

વિપક્ષી ગઠબંધન અપેક્ષા કરતા ઘણું સારું પ્રદર્શન કરતું દેખાયું. જ્યારે ‘ટાઇમ્સ’એ લખ્યું છે કે પીએમ મોદીના ખરાબ પ્રદર્શનના રાજકીય પરિણામો આવશે. ભાજપે તેના હાલના બહુપક્ષીય ગઠબંધનના નાના સભ્યો પર વધુ આધાર રાખવો પડશે. તેમાંથી બે મોદીના ‘હિન્દુ-ફર્સ્ટ’ એજન્ડાને સમર્થન આપતા નથી.

દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, નેધરલેન્ડના પીએમ રુતેએ નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા હતા. આ ઉપરાંત, બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકે પીએમ મોદી અને એનડીએને શુભેચ્છાઓ આપી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો