ફોરેન બ્લેક મની લૉ હેઠળ સરકારે ₹ 35,105 કરોડની ટેક્સ-દંડની માંગ, 163 ફરિયાદ દાખલ...

ફોરેન બ્લેક મની લૉ હેઠળ સરકારે ₹ 35,105 કરોડની ટેક્સ-દંડની માંગ, 163 ફરિયાદ દાખલ…

નવી દિલ્હીઃ સરકારે ફોરેન બ્લેક મની લૉ હેઠળ 31 માર્ચ સુધી 35,105 કરોડ રૂપિયાથી વધુની ટેક્સ અને દંડની માંગ અને 163 ફરિયાદો દાખલ કરી છે. મંગળવારે સંસદમાં સરકારે આ માહિતી આપી હતી.

સંસદમાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે બ્લેક મની (અઘોષિત વિદેશી આવક અને સંપત્તિ) અને ઈમ્પઝિશન ઓફ ટેક્સ એક્ટ 2015 હેઠળ સરકારે એક જૂલાઇ 2015થી 31 માર્ચ 2025 વચ્ચે કર/દંડ/વ્યાજ પેટે 338 કરોડ રૂપિયાની વસૂલાત કરી હતી.

ચૌધરીએ રાજ્યસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે “31 માર્ચ, 2025 સુધી બ્લેક મની (અઘોષિત વિદેશી આવક અને સંપત્તિ) અને ઈમ્પઝિશન ઓફ ટેક્સ એક્ટ, 2015 હેઠળ 1021 આકારણીઓ પૂર્ણ કરવામાં આવી છે, જેમાં આશરે 35,105 કરોડથી વધુના ટેક્સ અને દંડની માંગણી કરવામાં આવી છે અને કુલ 163 કાર્યવાહીની ફરિયાદો દાખલ કરવામાં આવી છે,”

ટેક્સની માંગ ત્યારે નિર્ણાયક રીતે સ્પષ્ટ થઈ જાય છે જ્યારે સીઆઇટી (એ), આઇટીએટી, હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટ સમક્ષ દાખલ અપીલનો ઉકેલ આવી જાય. બ્લેક મની એક્ટ, 2015 હેઠળ કરદાતાઓ માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે નિર્ધારિત સમયપત્રકમાં બધી વિદેશી સંપત્તિ અને આવક જાહેર કરવી ફરજિયાત છે.

કોઈ પણ પ્રકારનો ખુલાસો નહી કરવા પર દંડ ફટકારવામાં આવી શકે છે. વધુમાં ચૌધરીએ કહ્યું હતું કે ભારતને 100થી વધુ વિદેશી કર અધિકારક્ષેત્રોમાંથી વિદેશી સંપત્તિઓ અને આવક વિશે માહિતી મળે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button