'રાજ' બનીને આવ્યો, 'ફુરકાન' તરીકે ધમકાવવા લાગ્યો; લખનઉમાં બળજબરીથી ધર્મ પરિવર્તનનો કિસ્સો | મુંબઈ સમાચાર
નેશનલ

‘રાજ’ બનીને આવ્યો, ‘ફુરકાન’ તરીકે ધમકાવવા લાગ્યો; લખનઉમાં બળજબરીથી ધર્મ પરિવર્તનનો કિસ્સો

લખનઉ: ઉત્તર પ્રદેશના લખનઉમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં ચિનહટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવતીએ એક યુવક પર છેતરપિંડી કરીને નામ અને ઓળખ છુપાવવાનો અને બાદમાં બળજબરીથી ધર્મ પરિવર્તન અને લગ્નનું દબાણ કરવાનો આરોપ લગાવ્યો હતો. યુવતીની ફરીયાદના આધારે કેસ નોંધીને આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

મળતી વિગતો અનુસાર પ્રયાગરાજની 25 વર્ષીય યુવતી લખનઉમાં ભાડાના મકાનમાં રહે છે. તેણે ખાનગી યુનિવર્સિટીમાં હોટલ મેનેજમેન્ટનો અભ્યાસની શરૂઆત કરી હતી પરંતુ પિતાના આવસાન અને આર્થિક તંગીને કારણે તેણે ઓગસ્ટ 2024માં અભ્યાસ છોડવો પડ્યો હતો. ત્યારબાદ ઘરનું ગુજરાન ચલાવવા માટે તેણે ખાણી-પીણીની એક નાની દુકાન ખોલી હતી, જ્યાં તેની મુલાકાત એક યુવક સાથે થઈ હતી.

યુવતીએ આરોપ લગાવ્યો હતો કે, યુવકે પોતાનું નામ ‘રાજ’ અને કહ્યું કે તે બારાબંકીનો રહેવાસી હોવાનું જણાવી મિત્રતા કરી હતી. ધીમે ધીમે તેમની મિત્રતા ગાઢ બની અને યુવકે તેની સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. દિવાળી 2024 દરમિયાન, જ્યારે તેઓ બડા ઇમામબાડા ફરવા ગયા, ત્યારે યુવતીને ખબર પડી કે યુવકનું અસલી નામ મોહમ્મદ ફુરકાન છે. આ પછી, ફુરકાને યુવતી પર ધર્મ પરિવર્તન કરવા અને લગ્ન કરવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું.

જો કે યુવકના દબાણનો યુવતીએ વિરોધ કર્યો, ત્યારે આરોપી તેને બ્લેકમેલ કરવા અને ધમકી આપવા લાગ્યો હતો. પીડિતાનો આરોપ છે કે ફુરકાને તેની અશ્લીલ તસવીરો વાયરલ કરવાની ધમકી આપી હતી. 7 ઓગસ્ટ, 2025ના રોજ આરોપી બળજબરીથી તેના રૂમમાં ઘૂસી આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 11 ઓગસ્ટના રોજ, જ્યારે યુવતી ઘરે નહોતી, ત્યારે ફુરકાને તેના રૂમનું તાળું તોડીને ₹25,000ની ચોરી કરી લીધી હોવાનો પણ યુવતીએ આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચો…ઉત્તર પ્રદેશમાં ધર્મ પરિવર્તન કરતી ગેંગના માસ્ટરમાઇન્ડ ઝડપાયો…

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button