આઝાદીના આટલા વર્ષો બાદ પહેલીવાર અહીં પ્રાથમિક સુવિધાઓ પહોંચી…..
રાજૌરી: જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના સરહદી વિસ્તારોમાં રહેતા લોકો માટે આવનારું વર્ષ ઘણી ખુશીઓ લઈને આવ્યું છે. આઝાદીથી લઇને આજ સુધી અહીં રહેતા ઘણા ગરીબ પરિવારોના ઘર સુધી પાયાની સુવિધાઓ પણ નહોતી પહોંચી. ત્યારે આ વર્ષના શરૂઆતમાં જ આ તમામ લોકોને પાયાની સુવિધાઓ પહોંચી છે. આ વર્ષથી જમ્મુ-કાશ્મીરના સરહદી વિસ્તારોમાં રહેતા ગરીબ લોકોને પંચાયતી રાજ વ્યવસ્થા હેઠળ વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળ્યો છે.
પાકિસ્તાનને અડીને આવેલા કેટલાક સરહદી વિસ્તારોમાં આજે પણ લોકોને ઘણી યોજનાઓના લાભ નહોતા મળ્યા ત્યારે હવે આ તમામ લાભ ત્યાં રહેતા તમામ વંચિતો ને મળશે જેમાં મનરેગા, પ્રધાન મંત્રી આવાસ યોજના અને જલ જીવન મિશન જેવી યોજનાઓ છે આ ઉપરાંત લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કાયમી મકાનો પણ આજથી મળ્યા છે, જેના કારણે હવે ગરીબ પરિવારોને સુરક્ષિત રીતે રહી શકશે. આજ સુધી રાજૌરી જિલ્લાના અંતરિયાળ ગામડાઓ સુધી રસ્તાઓ અને વીજળીની પણ સુવિધા નહોતી પહોંચી અને તેના કારણે લોકોને નાતો શિક્ષણની સારી તકો મળી કે ના તો રોજગારીની તકો મળતી હતી.
ત્યારે છેલ્લા ઘણા સમયથી આ તમામ વિસ્તારોમાં કામ ચાલી રહ્યું હતું જેમાં લોકોને ઘર આપવાની સાથે સાથે શોપિંગ કોમ્પ્લેક્સ, મેરેજ હોલ અને મ્યુનિસિપલ કાઉન્સિલ કાલાકોટ ઓફિસ બિલ્ડિંગના નિર્માણ પર કરવામાં આવ્યા છે. જેના કારણે અહી રહેતા લોકોને જીવન જીવવાની શૈલી પણ બદલાઈ છે. આ વિસ્તારના લોકો માટે સ્ટ્રીટ લાઇટ સાથે કોંક્રીટની ફૂટપાથ બનાવવામાં આવી છે. તેમજ કાલાકોટમાં નવું બસ સ્ટેન્ડ પણ તૈયાર કરવામાં આવ્યું છે.