
કોલકાતા: ફૂટબોલની રમતના કિંગ ગણાતા ફૂટબોલર લિયોનલ મેસ્સી ભારતના પ્રવાસે આવ્યા છે. તેઓ લગભગ 14 વર્ષ બાદ GOAT ટૂર ઇન્ડિયા 2025 હેઠળ ભારતની મુલાકાતે આવ્યા છે. પોતાના ભારત પ્રવાસ દરમિયાન લિયોનલ મેસ્સીઓ પોતાના જ એક વિશાળ સ્ટેચ્યુનું અનાવરણ કર્યું છે. આ કાર્યક્રમમાં બોલીવૂડના બાદશાહ શાહરૂખ ખાન પણ દીકરા અબરામ સાથે હાજર રહ્યા હતા.
મેસ્સીનું આટલું વિશાળ સ્ટેચ્યું ક્યાંય નથી
પશ્ચિમ બંગાળમાં ફૂલબોલ લોકપ્રિય રમત છે. જેથી કોલકાતાના દક્ષિણ દમદમ વિસ્તારમાં આવેલા લેક ટાઉનમાં શ્રી ભૂમિ સ્પોર્ટિંગ ક્લબ દ્વારા લિયોનલ મેસ્સીની 70 ફૂટ ઊંચું વિશાળ સ્ટેચ્યુ ઊભું કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુમાં મેસ્સીના હાથમાં ફીફા વર્લ્ડ કપ નજરે પડે છે. પોતાના GOAT ટૂર ઇન્ડિયા 2025ના પહેલા દિવસે લિયોનલ મેસ્સી કોલકાતા પહોંચ્યા હતા. જ્યાં તેમણે વર્ચ્યુઅલી પોતાના જ સ્ટેચ્યુનું અનાવરણ કર્યું છે.
પશ્ચિમ બંગાળના પ્રધાન અને શ્રી ભૂમિ સ્પોર્ટિંગ ક્લબના અધ્યક્ષ સુજીત બોસે મીડિયાને જણાવ્યું કે, લિયોનલ મેસ્સી અને તેમની ટીમ લેક ટાઉનમાં સ્થાપિત સ્ટેચ્યુથી રાજી છે. આ વિશાળ સ્ટેચ્યુ માત્ર 40 દિવસમાં તૈયાર કરવામાં આવ્યું છે. વિશ્વમાં મેસ્સીનું આટલું મોટું સ્ટેચ્યુ ક્યાંય નથી.”
આજે આર્જેટિંનાની ફૂટબોલ ટીમના દિગ્ગજ ખીલાડી લિયોનલ મેસ્સી કોલકાતા પહોંચ્યા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. લિયોનલ મેસ્સીની એક ઝલક જોવા માટે લાખોની સંખ્યામાં ફેન્સ એકઠા થયા હતા. બોલીવૂડના બાદશાહ શાહરૂખ ખાન દીકરા અબરામ ખાન સાથે મેસ્સીને મળવા પહોંચ્યા હતા. શાહરૂખ ખાનના દીકરા અબરામ ખાને મેસ્સી સાથે ફોટો પણ ક્લિક કરાવ્યો હતો.
મેસ્સી હૈદરાબાદમાં રમશે ફ્રેન્ડલી મેચ
ઉલ્લેખનીય છે કે, છેલ્લે 2011માં લિયોનલ મેસ્સી પહેલી વખત ભારતના પ્રવાસે આવ્યા હતા. એ સમયે તેણે કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમ ખાતે એક ફ્રેન્ડલી મેચ રમી હતી. જેમાં આર્જેન્ટિનાએ વેનેજુએલાને 1-0થી હરાવ્યું હતું. પોતાની હાલના પ્રવાસમાં લિયોનલ મેસ્સી હૈદરાબાદ ખાતે ફ્રેન્ડલી મેચ રમશે. જેમાં તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડી પણ હાજર રહેશે. 14 ડિસેમ્બરે તેઓ મુંબઈ જશે. ત્યારબાદ 15 ડિસેમ્બરે તેઓ દિલ્હી પહોંચશે. જ્યાં તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે અને તેમનો પ્રવાસ પૂરો થશે.
આ પણ વાંચો…ઓલિમ્પિક ચેમ્પિયન ઉસેન બોલ્ટ આવશે ભારત, એક્ઝિબિશન ફૂટબોલ મેચ મુંબઈમાં રમશે



