દુનિયાના શક્તિશાળી પાસપોર્ટમાં Indiaનો રેન્ક Pakistan કરતાં આગળ કે પાછળ?
દર વર્ષની જેમ જ આ વર્ષે પણ 2025ના પહેલાં છ મહિના માટે દુનિયાના સૌથી પાવરફૂલ પાસપોર્ટની રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. આ રેન્કિંગ હેનલે એન્ડ પાર્ટનર્સ દર વર્ષે આ રેન્કિંગ જાહેર કરે છે. 2025ના પહેલાં છે મહિના માટેના દુનિયાના શક્તિશાળી દેશોમાં સિંગાપુર ટોપ પર છે. જે દેશનો પાસપોર્ટ જેટલો શક્તિશાળી એ દેશના લોકોને એટલા વધુ દેશોમાં વિઝા વિના એન્ટ્રી આપવામાં આવે છે. હવે તમને એ વાત જાણવાની તાલાવેલી થઈ ગઈ ને કે આ યાદીમાં મેરા ભારત મહાન કયા નંબર પરે છે, અને એનાથી પણ વધારે તો એ જાણવા ચટીપટી થઈ ગઈને કે આપણો પડોશી દેશ પાકિસ્તાન આપણાથી આગળ છે કે પાછળ? ચાલો તમને જણાવીએ-
આ પણ વાંચો: એવું શું થયું કે પાકિસ્તાને ભારતીય કોસ્ટ ગાર્ડ માટે દરિયાઈ સરહદ ખોલી…
કોણ છે ટોપ-10માં?
હેનલે એન્ડ પાર્ટનર્સ દ્વારા બહાર પાડવામાં આવેલી આ યાદીમાં આ યાદીમાં સિંગાપુર ટોપ પર છે એટલે સ્વાભાવિક છે કે અહીંના નાગરિકો 195 જેટલા દેશોમાં વિઝા ફ્રી ટ્રાવેલ કરી શકે છે. આ યાદીમાં બીજા સ્થાને છે જાપાન. જાપાનનો પાસપોર્ટ ધરાવનારા નાગરિકો 193 દેશમાં વિઝા ફ્રી એન્ટ્રી કરી શકે છે. ત્યાર બાદ વારો આવે છે દક્ષિણ કોરિયા, ફ્રાન્સ, જર્મની, ઈટલી, સ્પેન અને ફિનલેન્ડ. આ તમામ દેશો સંયુક્તરૂમે ત્રીજા સ્થાને આવે છે અને આ દેશના નાગરિકો 192 દેશમાં વિઝા ફ્રી એન્ટ્રી લઈ શકે છે. હાલમાં કેનેડા પોતાની વિઝા પોલિસીને કારણે દુનિયામાં ચર્ચાનું કારણ બન્યું છે. પાસપોર્ટ રેન્કિંગમાં કેનેડા, માલ્ટા અને પોલેન્ડ સાતમા સ્થાને છે, જ્યારે ઓસ્ટ્રિયા, ડેન્માર્ક, આયરલેન્ડ, લક્ઝમબર્ગ, નોર્વે, સ્વીડન, નેધરલેન્ડ, બેલ્જિયમ, પોર્ટુગીઝ, ન્યુઝીલેન્ડ, સ્વિટર્ઝલેન્ડ અને બ્રિટનનો રેન્ક એના કરતાં ઉપર છે.
ભારતના પાસપોર્ટની શું છે સ્થિતિ?
વાત કરીએ ભારતની તો ભારત આ રેન્કિંગમાં 85મા સ્થાને છે અને ભારતીય પાસપોર્ટ પર તમે 57 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી લઈ શકો છો. જોકે, ગયા વર્ષની સરખામણીએ આ વખતે ભારતીય પાસપોર્ટની તાકાત પાંચ રેન્કથી ઘટી છે.
પાકિસ્તાનના હાલ છે બેહાલ…
પડોશી દેશ પાકિસ્તાનની વાત કરીએ તો પાકિસ્તાનની રેન્કિંગ ખૂબ જ દયનીય છે. આંતકવાદ, ગરીબી માટે જાણીતું પાકિસ્તાનનો નંબર દુનિયાના સૌથી ગરીબ દેશમાંથી એક એવા સોમાલિયા કરતાં પણ પણ નીચે છે. હેનલે ઈન્ડેક્સ પાસપોર્ટ રેન્કિંગમાં પાકિસ્તાનનો પાસપોર્ટ 103મા નંબરે છે, જ્યારે કે સોમાલિયા 102મા સ્થાને છે.
આ દેશો પણ છે લાઈનમાં..
જોકે, એવું નથી કે આ યાદીમાં પાકિસ્તાનની રેન્કિંગ જ ખરાબ છે. દુનિયામાં એવા બીજા દેશો પણ છે કે જેમની હાલત પાકિસ્તાન કરતાં પણ ખરાબ છે. પાકિસ્તાન બાદ ઈરાક 104, સીરિયા 105 અને અફઘાનિસ્તાન 106ઠ્ઠા સ્થાને છે. ટૂંકમાં કહીએ તો યુદ્ધમાં સળગી રહેલાં આ તમામ દેશોની હાલત તો પાકિસ્તાન કરતાં પણ ગઈ ગુજરી છે.