નેશનલ
દિલ્હી એરપોર્ટ પરથી ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી, મુસાફરો પરેશાન

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી એરપોર્ટ પરથી ફરી એકવાર 18 ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી હતી, જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખરાબ હવામાનને કારણે 18 ફ્લાઈટને દિલ્હીથી જયપુર, લખનૌ, અમદાવાદ અને અમૃતસર ડાયવર્ટ કરવામાં આવી છે. આ ફ્લાઈટ્સ સવારે 7:30 થી 10:30 વચ્ચે ડાયવર્ટ કરવામાં આવી હતી અને કેટલીક ફ્લાઇટ્સ મોડી પણ પડી હતી.
મળતી માહિતી મુજબ શનિવારે સવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ હતું, જ્યારે ઘણા વિસ્તારોમાં વરસાદી વાતાવરણ હતું. ખરાબ હવામાનને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને ખરાબ હવામાનને કારણે દિલ્હી એરપોર્ટ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમને તે દરમિયાન કેટલીક ફ્લાઈટને જયપુર, લખનૌ, અમદાવાદ અને અમૃતસર ડાયવર્ટ કરવી પડી હતી. જોકે, ફ્લાઈટ લેન્ડ થયા બાદ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.