નેશનલ

લંડનથી મુંબઈ આવતી ફ્લાઇટનું તુર્કીયેમાં ઇમરજન્સી લેન્ડિંગ, 200 થી વધુ ભારતીયો ફસાયા

મુંબઈ: ઇંગ્લેન્ડના લંડનથી મુંબઈ આવતી વર્જિન એટલાન્ટિક ફ્લાઇટનું તુર્કીયે(Türkiye) ના દિયારબાકિર એરપોર્ટ (DIY) પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. અહેવાલ મુજબ આ ફ્લાઈટમાં સવાર 200 થી વધુ ભારતીય મુસાફરો તુર્કીમાં ફસાયા છે.

એહવાલ મુજબ વર્જિન એટલાન્ટિકની ફ્લાઇટ VS 358ને મેડીકલ ઈમરજન્સીને લેન્ડ કરાવવાની જરૂર પડી હતી. આવી સ્થિતિમાં ફ્લાઈટને દિયારબાકિર એરપોર્ટ પર લેન્ડ કરાવવામાં આવ્યું હતું, જો કે આ એરપોર્ટ એરક્રાફ્ટના સંચાલન માટે યોગ્ય નથી. અહેવાલ મુજબ મુસાફરોને એવું કહેવામાં આવ્યું હતું કે વિમાનમાં લેન્ડીંગ કરતી વખતે ટેકનિકલ ખામી સર્જાઈ હતી.

આપણ વાંચો: આજે ફ્લાઇટમાં ફરી બોંબની ધમકી બાદ ઇમરજન્સી લેન્ડિંગ, 184 મુસાફરો હતા સવાર

એક મીડિયા આઉટલેટને એક મુસાફરે જણાવ્યું કે,એક મુસાફરને પેનિક અટેક આવતા ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. તુર્કીનું એરપોર્ટ એરક્રાફ્ટના સંચાલન માટે પૂરતું સક્ષમ નથી.

અહેવાલ મુજબ વર્જિન એટલાન્ટિક એરલાઇન્સે મુસાફરોની આગળની મુસાફરી માટે વૈકલ્પિક વ્યવસ્થાની જાહેરાત કરી નથી, આથી ઘણા લોકો મુંજવણમાં છે.

આપણ વાંચો: વિમાનોને ઉડાવી દેવાની ધમકીઓનો સિલસિલો ક્યારે અટકશે? હવે વિસ્તારાની ફ્લાઈટનું ધમકી બાદ ઇમરજન્સી લેન્ડિંગ

મુસાફરો ફસાયા:

એક મુસાફરે એક ભારતીય ન્યુઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું, “અમે એક અડધા-ખાલી ટર્મિનલ બિલ્ડિંગમાં ફસાયેલા છીએ, જે કમ્યુનિકેશનની વ્યવસ્થા નથી. અમારી સાથે નાના બાળકો, સ્ત્રીઓ અને થોડા બીમાર લોકો પણ છે, અને ગઈકાલે સાંજે મળેલા બે હેન્ડઆઉટ્સ સિવાય અમારી પાસે કોઈ માહિતી નથી. અમને અહીં ઉતર્યાને લગભગ 14 કલાક થઈ ગયા છે”

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક યુઝરે દાવો કર્યો કે કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મદદની ખાતરી આપી છે, અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પરિસ્થિતિ પર ધ્યાન રાખવા માટે એક નોડલ અધિકારીની નિમણૂક કરી છે.

જો કે મહારાષ્ટ્ર કે કેન્દ્ર સરકારે આ અંગે સત્તાવાર નિવેદન આપ્યું નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button