લખનઉથી અબુ ધાબી જઈ રહેલા વિમાનનું દિલ્હી એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડીંગ

ગઈ કાલે શનિવારે રાત્રે લખનઉથી અબુ ધાબી જઈ રહેલી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં ટેકનિકલ સમસ્યા થતા દિલ્હી એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડીંગ કરાવવામાં આવ્યું હતું. સુત્રોના જણાવ્યા મુજબ વિમાનના હાઈડ્રોલિક્સે કામ કરવાનું બંધ કરી દીધું, ત્યારબાદ મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. શનિવારે રાત્રે 10:42 કલાકે વિમાન દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું. વિમાનમાં 155 મુસાફરો સવાર હતા. આ ઘટના અંગે એરલાઈન્સ તરફથી હજુ સુધી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.
બે અઠવાડિયા પહેલા, દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટ સાથે પક્ષી અથડાતા ભુવનેશ્વર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ઓગસ્ટ મહિનામાંમાં એક ઈન્ડિગોની ફ્લાઈટને એક મુસાફરની તબિયત બગડતાં મેડિકલ ઈમરજન્સી માટે નાગપુર એરપોર્ટ પર ઉતરવું પડ્યું હતું. મુંબઈથી રાંચી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં એક મુસાફરને લોહીની ઉલટી થવા લાગી. જો કે લેન્ડિંગ બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.