નેશનલ

હૉલીવૂડની હડતાળનો પાંચ મહિને અંત

લૉસ ઍન્જલસ: સ્ક્રિનરાઈટરોની પાંચ મહિનાની ઐતિહાસિક હડતાળનો અંત લાવવા રાઈટર્સ ગિલ્ડ ઑફ અમેરિકા (ડબ્લ્યુજીએ) યુનિયનના નેતાઓ અને હૉલિવૂડ સ્ટૂડિયો વચ્ચે રવિવારે કરાર કરવામાં આવ્યા હતા. જોકે હડતાળ પર ઉતરેલા કલાકારોના કામ બાબતે હજુ સુધી કોઈ કરાર કરવામાં નથી આવ્યા. વાટાઘાટ કરી રહેલી પ્રોડક્શન કંપનીઓ, સ્ટ્રીમિંગ સર્વિસિસ અને સ્ટૂડિયોના પ્રતિનિધિઓનું જૂથ રાઈટર્સ ગિલ્ડ ઑફ અમેરિકાએ અલાયન્સ ઑફ
મૉશન પિક્ચર્સ અને ટેલિવિઝન પ્રોડ્યૂસર્સ (એએમપીટીપી) સાથે બહાર પાડેલા સંયુક્ત નિવેદનમાં આ જાહેરાત કરી હતી.

રાઈટર્સ ગિલ્ડ ઑફ અમેરિકાએ અલાયન્સ ઑફ મૉશન પિક્ચર્સ અને ટેલિવિઝન પ્રોડ્યૂસર્સ (એએમપીટીપી) વચ્ચે કામચલાઉ સહમતી સધાઈ હોવાનું ગિલ્ડે ઈમેલ પરના સંદેશામાં મેમ્બરોને જણાવ્યું હતું.

ડબ્લ્યુજીએના સભ્યોની એકતા અને યુનિયનના અસાધારણ ટેકાને કારણે આ શક્ય બન્યું હોવાનું તેમણે કહ્યું હતું.

રાઈટર્સ ગિલ્ડ ઑફ અમેરિકાએ અલાયન્સ ઑફ મૉશન પિક્ચર્સ અને ટેલિવિઝન પ્રોડ્યૂસર્સ (એએમપીટીપી) વચ્ચે પાંચ મહિના લાંબી ચાલેલી વાટાઘાટ બાદ ત્રણ વર્ષનો કરાર કરવા માટે સહમતી સધાઈ હતી.

જોકે, હડતાળનો સત્તાવાર અંત આવે તે પહેલા ગિલ્ડના બૉર્ડ અને સભ્યોએ આ કરારને મંજૂરી આપવાની રહેશે.

અગાઉ વર્ષ 2008માં રાઈટર્સો દ્વારા પાડવામાં આવેલી હડતાળનો 90 ટકા સભ્યોની સહમતી બાદ અંત આવ્યો હતો.

જોકે કરારમાંની શરતોની જાહેરાત કરવામાં નહોતી આવી. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button