પાંચ સદી બાદ એક સાથે બન્યા પાંચ રાજયોગ, આ રાશિઓના આવશે Ache Din…
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમયે ગોચર કરે છે અને શુભ તેમ જ વિવિધ રાજયોગનું નિર્માણ કરે છે, જેની અસર તમામ રાશિના જાતકો પર ઓછા વધતાં અંશે જોવા મળે છે. જૂન મહિનો જ્યોતિષશાસ્ત્ર તો ખૂબ જ શુકનિયાળ નિવડવાનો છે કારણ કે એક સાથે અનેક મહત્ત્વના ગ્રહો ગોચર કરવા જઈ રહ્યા છે.
500 વર્ષ બાદ આ એક સાથે પાંચ રાજયોગ બની રહ્યા છે. બુદ્ધિ અને વેપારના દાતા, ગ્રહોના રાજકુમાર બુધે વૃષભ રાશિમાં ગોચર કરી રહ્યો છો. જ્યારે ગ્રહોના રાજા સૂર્ય વૃષભ રાશિમાં બિરાજમાન છે. આવી પરિસ્થિતિમાં બુધ અને સૂર્યની યુતિથી બુધાદિત્ય રાજયોગ બની રહ્યો છે. આ સિવાય ન્યાયના દેવતા શનિદેવ પણ હાલમાં સ્વરાશિ કુંભમાં છે અને શશ મહાપુરુષ રાજયોગ બનાવલી રહ્યા છે. આ સાથે શુક્ર પણ સ્વરાશિ વૃષભમાં પ્રવેશીને માલવ્ય રાજયોગનું નિમાર્ણ કર્યું છે. દરમિયાન બુધ અને શુક્રની યુતિથી લક્ષ્મીનારાયણ રાજયોગ, અને શુક્ર અને ગુરુમાં થઈ રહેલી યુતિથી ગજલક્ષ્મી રાજયોગ પણ બની રહ્યો છે. આવો જોઈએ કે આ પાંચેય રાજયોગ કઈ રાશિના જાતકો માટે લાભદાયી સાબિત થવાના છે.
મેષ રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે. આ સમયગાળા દરમિયાન તમારા આત્મવિશ્વાસમાાં વૃદ્ધિ થઈ રહી છે. સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ થઈ રહી છે. કારોબારમાં પ્રગતિ થઈ રહી છે અને આવકમાં પણ વૃદ્ધિ થઈ રહી છે. નોકરી કરી રહેલાં લોકોના પ્રમોશન અને ઈન્ક્રીમેન્ટના યોગ પણ બની રહ્યા છે. વેપારનો વિસ્તાર કરવાનો મોકો મળી રહ્યો છે. કેટલાક નવા અને મોટા લોકો સાથે મુલાકાત થશે, જેને કારણે ભવિષ્યમાં ફાયદો થઈ રહ્યો છે.
કુંભ રાશિના જાતકો માટે પાંચ રાજયોગ ખૂબ જ લાભદાયી સાબિત થઈ રહ્યા છે. તમારી તમામ યોજનાઓ સફળ થઈ રહી છે. વેપારીઓને વેપારમાં સારો એવો નફો થઈ રહ્યો છે અને બચત પણ થશે. લોકપ્રિયતા વધી રહી છે. નોકરી બદલવાનું વિચારી રહેલાં લોકો માટે આ સમયગાળો અનુકૂળ રહેશે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. વાહન કે પ્રોપર્ટી ખરીદવાના યોગ બની રહ્યા છે. વૈવાહિક જીવન પણ સુખ-શાંતિપૂર્ણ રહેશે.
વૃષભ રાશિમાં જ ગ્રહોની આ મોટી હિલચાલ થઈ રહી હોઈ આ સમયગાળો આ રાશિના જાતકો માટે લાભદાયી રહેવાનો છે. બિઝનેસમાં થોડું સમજી-વિચારીને આગળ વધશો તો ફાયદો થઈ રહ્યો છે. કરિયરમાં સારી સારી નોકરીની ઓફર આવી શકે છે. આ સમયે તમારી કોઈ ઈચ્છા પૂરી થઈ રહી છે. નોકરી કરી રહેલાં લોકોની પદ્દોન્નતિ થઈ રહી છે. વિદેશયાત્રા પર જવાના યોગ બની રહ્યા છે. વિદ્યાર્થીઓને કોઈ પરિક્ષામાં સફળતા મળી રહી છે.