નેશનલ

બિહારથી પ્રયાગરાજ પહોંચી પાંચ છોકરીઓ, સ્નાન માટે નહિ પણ….

પટણા: બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહી એક જ ગામની પાંચ છોકરીઓ અચાનક ગાયબ થઈ ગઈ હતી અને આ મામલે પોલીસે તપાસ બાદ શોધખોળ કરીને પાંચે છોકરીઓને મહાકુંભ પ્રયાગરાજથી શોધી કાઢવામાં આવી હતી. પણ ઘરથી ભાગવાનું કારણ જાણીને તમે પણ ચોંકી ઉઠશો.

મુઝફ્ફરપુર જિલ્લાની ઘટના
પ્રાપ્ત વિગતો અનુસાર મુઝફ્ફરપુર જિલ્લાના સકરા પોલીસ સ્ટેશન વિસ્તારના ચકરા મણિયારી ગામનો છે. જ્યાં જુદા જુદા ઘરમાંથી એકસાથે પાંચ છોકરીઓ ગાયબ થઈ જવાથી પરિવારોમાં ગભરાટ ફેલાયો હતો. પરિવારના સભ્યોએ તેમની દીકરીઓની શોધખોળ બાદ પણ તેમનો કોઈ પત્તો ન લાગતાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી અને પછી ખબર પડી કે છોકરી પ્રયાગરાજમાં છે.

Also read : અગિયારમો દિવસઃ તેલંગણા ટનલ દુર્ઘટનામાં બચાવ અભિયાન યથાવત: આઠ લોકો ફસાયેલા

પ્રયાગરાજથી મળી આવી
પરિવારના સભ્યોની ફરિયાદ બાદ પોલીસે પાંચેય છોકરીઓને શોધવા માટે કાર્યવાહી શરૂ કરી હતી અને એક જ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 5 છોકરીઓ અચાનક ગાયબ થઈ જવાથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે રેલવે પોલીસનો સંપર્ક કર્યો અને તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન, પાંચેય છોકરીઓને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાંથી સુરક્ષિત રીતે મળી આવી હતી. પાંચ છોકરીઓમાંથી ચાર સગીર છે જ્યારે એક પુખ્ત વયની છે.

ચાર સગીર છોકરીઓ
આ અંગે ગ્રામ્ય એસપીએ જણાવ્યું હતું કે પાંચેય છોકરીઓ પવન એક્સપ્રેસ ધોળી સ્ટેશન થઈને પ્રયાગરાજ પહોંચી. બધી છોકરીઓ પૈસા કમાવવાના હેતુથી ઘર છોડીને ભાગી હોવાનું જાણવા મળ્યું હતું. પાંચ છોકરીમાંથી ચાર સગીર છે જેમણે તાજેતરમાં મેટ્રિકની પરીક્ષા આપી હતી. છોકરી ડિપ્રેશનમાં હતી કારણ કે તેણીએ મેટ્રિકની પરીક્ષા સારી નહોતી ગઈ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button