નેશનલ

પહેલા કેન્સર સામે જંગ, પછી કિડની ફેલ, માણસે મહેનત અને વિલપાવરથી પોતાનું ભાગ્ય બદલ્યું

દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ પોતાના ભાગ્ય પર રડતા હોય છે, પરંતુ દરેક જણ પોતાનું ભાગ્ય બદલવા માટે જરૂરી મહેનત નથી કરતા. જોકે, મહારાષ્ટ્રમાં રહેતા ગૌતમ રાઠોડે પોતાની મહેનત, વિલપાવર અને સમર્પણથી પોતાનું ભાગ્ય બદલી નાખ્યું છે. મહારાષ્ટ્રના પુણેમાં રહેતા ગૌતમ રાઠોડે ખેતી કરીને પોતાનું નસીબ બદલી નાખ્યું છે. ગૌતમે પુણેમાં કાશ્મીરમાં ઉગાડવામાં આવતા કેસરને મહારાષ્ટ્રમાં ઉગાડીને નવો દાખલો બેસાડ્યો છે. જોકે આ માટે તેણે એરોપોનિક ટેકનિકનો ઉપયોગ કર્યો છે. હાલમાં ગૌતમ આમાંથી સારો નફો કમાઈ રહ્યો છે.

ગૌતમની વાત કરીએ તો તેમણે બીં.કોમ પૂરું કર્યા બાદ ગૌતમે તલેગાંવમાં પોતાનું ગેરેજ શરૂ કર્યું અને સારો એવો ધંધો જમાવ્યો અને સુખી જીવન જીવવા માંડ્યું, પણ તકદીરને કંઇક અલગ જ મંજૂર હતું. ગૌતમને કેન્સર હોવાનું નિદાન થયું . જમણી કિડનીમાં કેન્સરની ગાંઠ વધવાને કારણે ઑપરેશન કરીને કેન્સરની ગાંઠ સાથે કિડની પણ કાઢવી પડી. ગૌતમે આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ હિંમત નહીં હારી અને સંજોગોનો મુકાબલો કર્યો.

માંદગીને કારણે ગૌતમ કોઈ ભારે કામ કરી શકતો ન હતો. દરમિયાન તેના એક મિત્રએ તેને કેસરની ખેતીનો વીડિયો મોકલ્યો હતો. આ જોઈને ગૌતમને પોતાનું જીવન નવી રીતે જીવવાની પ્રેરણા મળી. તેણે કેસરની ખેતી કરવાનું નક્કી કર્યું. ભારતમાં કેસર માત્ર કાશ્મીરમાં જ ઉગાડવામાં આવે છે, પણ ગૌતમે આ માન્યતા બદલવાનો વિચાર કર્યો અને લગનપૂર્વક પર્યત્નો કર્યા. ગૌતમ પુણેમાં સારી ગુણવત્તાવાળું કેસર ઉગાડવામાં સફળ પણ થયા. ગૌતમે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે એક મિત્ર દ્વારા મોકલવામાં આવેલ કેસરની ખેતીનો વીડિયો જોયા બાદ તેની કેસર વિશેની ઉત્સુકતા ઘણી વધી ગઈ હતી.

તેમણે કેસર પર સંશોધન કરવાનું શરૂ કર્યું. વર્કશોપમાં પણ ભાગ લીધો, કેસરની ખેતીની તાલીમ પણ લીધી. ગૌતમે તેમની બિલ્ડિંગની છત પર લગભગ 10×12 ના રૂમમાં વર્ટિકલ ફાર્મિંગ દ્વારા કેસરની ખેતી શરૂ કરી. તેઓ પોતે કાશ્મીરથી કેસરના બીજ લાવ્યા હતા. એરોપોનિક ખેતી કરવાનું નક્કી કરીને, તેમણે પાકની જરૂરિયાત મુજબ હવા અને ભેજનું ધ્યાન રાખ્યું. તેમના પ્રયત્નોને સફળતા મળી અને વર્ટિકલ ફાર્મિંગ દ્વારા માત્ર ત્રણ મહિનામાં કેસરનો પાક તૈયાર થઈ ગયો હતો. તેમના 12 થી 13 મીમી લાંબા કેસરની કિંમત 800 રૂપિયા પ્રતિ ગ્રામ છે અને ઝીણા ઝીણા ટૂકડાવાળું કેસર 400 રૂપિયા પ્રતિ ગ્રામ વેચાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો