અનિલ અંબાણીની કંપનીના 3000 કરોડના લોન કૌભાંડમાં પહેલી ધરપકડ, અનિલને પણ કરાશે જેલભેગો ?

મુંબઈ : રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં 3000 કરોડના લોન કૌભાંડમાં ઈડીએ પ્રથમ ધરપકડ કરી છે. મીડિયા અહેવાલ મુજબ ભુવનેશ્વરની કંપની બિસ્વાલ ટ્રેડલિંક પ્રાઈવેટ લિમીટેડના મેનેજિંગ ડિરેકટર પાર્થ સારથી બિસ્વાલની મની લોડ્રીંગ પ્રિવેન્સન કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
રકમ એક નકલી બેંક ગેરંટી માટે કંપની આપવામાં આવી
ઈડીની તપાસમાં જાણવા મળ્યું હતું કે બીટીપીએલને અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવર લિમિટેડમાંથી 5.4 કરોડ રૂપિયા પ્રાપ્ત થયા હતા. આ રકમ એક નકલી બેંક ગેરંટી માટે કંપની આપવામાં આવી હતી. તેમજ ઈડીના અધિકારીઓનું કહેવું છે કે આ રકમ છેતરપિંડીની પ્રવૃત્તિઓને જોડતા મહત્વપૂર્ણ પુરાવા છે.
અનિલ અંબાણી વિરુદ્ધ લુક આઉટ નોટિસ ઇસ્યુ
ઈડીએ આ કેસમાં શુક્રવારે રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી વિરુદ્ધ લુક આઉટ નોટિસ ઇસ્યુ કરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર અનિલ અંબાણીને તપાસ અધિકારીની મંજુરી વિના દેશ નહી છોડવા જણાવ્યું છે. તેમજ જો તેમણે
વિદેશ જવાનો પ્રયાસ કર્યો તો એરપોર્ટ અથવા પોર્ટ પર અટકાયત કરવામાં આવશે.
અનિલ અંબાણીને 5 ઓગસ્ટના રોજ પૂછપરછ માટે બોલાવ્યા
આ ઉપરાંત ઈડીએ આ કેસમાં અનિલ અંબાણીને 5 ઓગસ્ટના રોજ પૂછપરછ માટે બોલાવ્યા છે. આ સમન્સ તેમની તમામ ગ્રુપ કંપનીઓ વિરુદ્ધ કથિત બેંક લોન કૌભાંડ અને મની લોડ્રીંગ કેસના પગલે પાઠવવામાં આવ્યો છે. તપાસ એજન્સીઓ આ કેસના તમામ પુરાવાની પણ તપાસ કરી રહી છે.
ઈડીને કંપનીમાં અનેક ગેરરીતિ થતી હોવાનું જાણવા મળ્યું
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વેની તપાસમાં ઈડીને કંપનીમાં અનેક ગેરરીતિ થતી હોવાનું જાણવા મળ્યું છે. જેમ કે, નબળી નાણાકીય સ્થિતિ ધરાવતી કંપનીઓને લોન આપવી, એક જ ડિરેક્ટર અને સરનામા ધરાવતી કંપનીઓનો ઉપયોગ, લોનના દસ્તાવેજોનો અભાવ, શેલ કંપનીઓમાં નાણાનું ટ્રાન્સફર અને લોન એવરગ્રીનિંગ ના કેસ સામેલ છે. જ્યાં જૂની લોન ચૂકવવા માટે નવી લોન આપવામાં આવી હતી.
આપણ વાંચો: 34 વર્ષની યુવતીએ 6 વર્ષ નાના પ્રેમી સાથે મળીને કરી પતિની હત્યા, લાશ ગટરમાં ફેંકી પણ….