ઇન્ટરનેશનલનેશનલ

કેનેડામાં પંજાબી સિંગર એપી ધિલ્લોનના ઘરની બહાર ફાયરિંગ, ગોલ્ડી બ્રાર પર આરોપ

નવી દિલ્હીઃ કેનેડામાં પંજાબી ગાયક એપી ધિલ્લોનના ઘરની બહાર ફાયરિંગ થયું છે. ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર પર હુમલાનો આરોપ છે. જાણીતા ગાયકનું ઘર વાનકુવરના વિક્ટોરિયા આઇલેન્ડમાં છે. ફાયરિંગનો વીડિયો સામે આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. ગોળીબાર કરનારા હુમલાખોરોની હજુ સુધી ઓળખ થઈ નથી.

આ પણ વાંચો: ભુજમાં ભાજપના નગરસેવકની ઓફિસમાં આતંક: લુખ્ખાઓએ તોડફોડ સાથે કર્યું ફાયરિંગ

આ સિવાય કેનેડામાં અન્ય એક જગ્યાએ ફાયરિંગની ઘટના સામે આવી છે. આની જવાબદારી લોરેન્સ વિશ્નોઈ રોહિત ગોદારા ગેંગે લીધી છે. પોસ્ટમાં લખ્યું છે કે ૧ સપ્ટેમ્બરની રાત્રે અમે કેનેડામાં બે સ્થળોએ ગોળીબાર કર્યો હતો, જેમાંથી એક વિક્ટોરિયા આઈલેન્ડ અને વુડબ્રિજ ટેરેન્ટો છે, જેની જવાબદારી અમે (રોહિત ગોદારા લોરેન્સ વિશ્નોઈ) લઈએ છીએ. એપી ધિલ્લોનનું ઘર વિક્ટોરિયા આઇલેન્ડમાં છે. આ પોસ્ટમાં ધિલ્લોનના સલમાન ખાન સાથેના સંબંધોનો પણ ઉલ્લેખ છે.

સુરક્ષા એજન્સીઓએ આ પોસ્ટ અને ફાયરિંગના તથ્યોની તપાસ શરૂ કરી દીધી છે. આ પહેલા પણ ગોલ્ડી-લોરેન્સ ગેંગે થોડા મહિના પહેલા વિદેશમાં ગિપ્પી ગ્રેવાલના ઘરે ગોળીબાર કર્યો હતો. હાલમાં, કેનેડિયન પોલીસે સત્તાવાર રીતે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button