ટોપ ન્યૂઝનેશનલ

પશ્ચિમ બંગાળમાં હજુ પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિઃ ત્રણએ જીવ ખોયા

કોલકાત્તાઃ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ હજુ પણ ભારે અગ્નિ જેવો માહોલ છે. અત્યાર સુધીમાં ત્રણ જણે જીવ ગુમાવ્યા છે અને સાથે 18 પોલીસકર્મીને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. બે દિવસથી શરૂ થયેલી હિંસાને લીધે અહીં કેન્દ્રીય સુરક્ષાકર્મીઓ પણ તહેનાત કરવામાં આવ્યા છે. શહેરથી આ સ્થિતિને લીધે કોલકાતા હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે અને રાજ્ય સરકારને કાયદો અને સુરક્ષા માટે તમામ પગલાં ભરવાનો આદેશ આપ્યો છે.

જોકે એક તરફ હિંસાનો માહોલ છે તો બીજી બાજુ રાજકારણ ચાલી રહ્યું છે. રાજ્યના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ રાજકીય કાવાદાવાને લીધે હિંસા ભડકાવવામાં આવ્યાનો આક્ષેપ કર્યો છે તો ભાજપે બંગાળમાં હવે કોઈ સુરક્ષિત નથી અને અહીં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે તેવી માગણી કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર શુક્રવારની નમાજ પછી પ્રદર્શનની તૈયારીઓ કરવામાં આવી રહી હતી. આ સંદર્ભમાં, નેશનલ હાઈ વેના એક ભાગને ડાકબુંગલા મોરથી શમશેરગંજમાં સુતીર સજુર મોર સુધી બાનમાં લીધો હતો. હવે જ્યાં સુધી ફક્ત રસ્તો બ્લોક હતો ત્યાં સુધી વિરોધ હિંસક બન્યો નહીં, પરંતુ ત્યારબાદ પ્રદર્શનકારીઓએ પોલીસ વાન પર પથ્થરમારો કરવાનું શરૂ કરી દીધું હતું. પથ્થરાવ શા માટે થયો તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી આપી રહ્યું નથી, પરંતુ હિંસા રોકાઈ નહીં રહી હોવાથી પરિસ્થિતિ તંગ બની છે.

આપણ વાંચો:  પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમા હિંસા બાદ કેન્દ્રીય દળો તૈનાત કરવા કોલકાતા હાઇકોર્ટનો આદેશ

મુર્શિદાબાદની પરિસ્થિતિ પર બોલતા, દક્ષિણ બંગાળ ફ્રન્ટિયરના આઈજી કરણી સિંહ શેખાવતે કેન્દ્રીય ટીમ સાથે મળી કામ કરવાની અને જરૂર પડે તો વધારે ફોર્સ તહેનાત કરવાની વાત કરી હતી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button