
લખનઉ: ઉત્તર પ્રદેશના લખનઉમાં એક ભયાનક આગની ઘટની બની છે. લખનઉનાં મોહનલાલગંજ વિસ્તારમાં કિશાન પથ પર દિલ્હીથી બિહાર જઈ રહેલી ખાનગી સ્લીપર બસમાં અચાનક આગ લાગી ગઈ હતી. આગની ઘટના દરમિયાન મોટાભાગના મુસાફરો બસમાં ઊંઘી રહ્યાં હતાં. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે માત્ર 10 જ મિનિટમાં આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી. બસમાં અચાનક લાગેલી આગના કારણે 5 મુસાફરોનું અકાળે મોત થયું છે.
આગમાં 5 મુસાફરો આગમાં જીવતા ભડથું થયાં
દિલ્હીથી બિહાર જઈ રહેલી બસમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. આ બસમાં 60 મુસાફરો સવાર હતા, જેમાંથી 5 લોકો આગમાં જીવતા ભડથું થયાં છે. બસનો ડ્રાઈવર બચવા માટે કાચ તોડીને બહાર ભાગ્યો હતો. માત્ર 10 જ મિનિટમાં બસ બળીને ખાખ થઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. એક વ્યક્તિએ જણાવ્યું કે, પહેલા બસમાં ધૂમાડો આવ્યો એટલે શ્વાસ લેવામાં તકલિફ થઈ હતી અને જેવી જ આગ લાગી એટલે અફરાતરફીનો માહોલ સર્જાયો હતો. લોકો પોતાનો જીવ બચાવવા માટે બારીના ખાચ તોડીને બહાર ભાગ્યાં હતાં. લોકોનું કહેવું છે કે, બસમાં ડ્રાઈવરની એક વધારાની સીટના કારણે ઘણાં લોકો બહાર નહોતા નીકળી શક્યાં!
આગની કારણે માત્ર 10 મિનિટમાં આખી બસ બળીને ખાખ
આગની ઘટનાની જાણ થતાની સાથે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે આગને કાબૂમાં લીધી હતી. આગની કારણે આખી બસ બળીને ખાખ ગઈ, જેમાં 5 લોકોનું પણ મોત થયું છે. આ મૃતકોની હજી સુધી કોઈ ઓળખ થઈ શકી નથી. આગ એટલી વિકરાળ હતી કે, એક કિલોમીટર સુધી જોઈ શકાતી હતી. ઘટના સ્થળ પર લોકોના ટોળા પણ ઉમટી પડ્યાં હતાં.
સૌથી પહેલા ડ્રાઈવર કાચ તોડીને ભાગ્યો હતોઃ સ્થાનિકો
આખરે આ આગ કેવી રીતે લાગી? તે મામલે કોઈ ચોક્કસ જાણકારી પ્રકાશમાં નથી આવી. સ્થાનિકોનું કહેવું છે કે, સૌથી પહેલા ડ્રાઈવર કાચ તોડીને ભાગ્યો હતો. આ મામલે પોલીસે કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ આ આગ કેવી રીતે લાગે તેની તપાસ કરી રહી છે. જો કે, પ્રાથમિક જાણકારી પ્રમાણે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. લોકોનું એવું પણ કહેવું છે કે, જો બસમાં ડ્રાઈવરની સીટ સામાન્ય હોત તો આ 5 લોકો પણ બચી શક્યા હતો. એટલું જ નહીં પરંતુ ઈમરજન્સી દરવાજાનું પણ કઈ ઠેકાણું ના હોવાનું મુસાફરો જણાવ્યું હતું.
આ પણ વાંચો….ફરી ભિવંડીમાં લાગી ભયાનક આગઃ અહીંના ગોદામોને લીધે આગના બનાવો વધી રહ્યા છે