નેશનલ

અમદાવાદ-બરૌની એક્સપ્રેસમાં લાગી આગ, જાણો રેલવેએ શું કહ્યું?

ભોપાલ: અમદાવાદ-બરૌની એક્સપ્રેસના પાછળના કોચમાં મધ્યપ્રદેશમાં ખંડવા અને ઇટારસી સ્ટેશનો વચ્ચે સોમવારે સાંજે આગ લાગ્યા બાદ ભારે આગ લાગી હતી. જોકે આગ લાગવાના કારણે મુસાફરોમાં અફરાતફરી મચી ગઇ હતી. જોકે આગમાં કોઇ જાનહાનિ થઇ નથી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

આગા લાગ્યાની જાણ થયા પછી પ્રવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ટ્રેન રોકાયા પછી પ્રવાસીઓ ટ્રેનમાંથી ઉતરી ગયા હતા. આ અંગે વેસ્ટ સેન્ટ્રલ રેલવે(ડબલ્યુસીઆર)ના ચીફ પબ્લિક રિલેશન ઓફિસર હર્ષિત શ્રીવાસ્તવએ જણાવ્યું હતું સાંજે 5: 20 વાગ્યે ટ્રેન આગળ રવાના થઈ હતી.

આપણ વાંચો: મુંબઈ-અમૃતસર એક્સપ્રેસમાં ભરૂચ નજીક લાગી આગ, જૂઓ Video

તેમણે જબલપુર જણાવ્યું હતું કે આ આગ નહોતી પરંતુ ટ્રેનના અંતિમ કોચમાં પાવર કમ લગેજ કોચમાં ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ કેટલીક તસવીરોમાં કોચમાંથી ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો હતો.

ધરમકુંડી અને દુલારિયા સ્ટેશનની વચ્ચે ટ્રેનના છેલ્લા કોચમાં આગ લાગી હતી. આ ટ્રેન ઈટારસી પહોંચી ત્યારે આગ લાગી હતી. આગ પર નિયંત્રણ મેળવવામાં આવ્યા પછી કોચને અલગ કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ ટ્રેનને નેક્સ્ટ સ્ટેશન માટે રવાના કરવામાં આવી હતી. આ બનાવ અંગે તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

વારંવાર વધતા અકસ્માતો અને ટ્રેનમાં લાગતી આગની ઘટનાને કારણે પ્રવાસીઓની સુરક્ષા મુદ્દે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. રેલવે પ્રવાસીઓમાં વધતી આગના બનાવોને કારણે પ્રવાસીઓમાં ડર વધી રહ્યો છે. આ મુદ્દે રેલવે બોર્ડના અધિકારીએ કહ્યું હતું કે વધી રહેલા અકસ્માત હોય કે આગના બનાવ મુદ્દે સઘનપણે તપાસ કરવામાં આવશે તથા દોષિતો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button