રાજસ્થાનમાં શાહરૂખ ખાન અને દીપિકા પદુકોણ સામે નોંધાયો છેતરપિંડીનો કેસ, જાણો સમગ્ર મામલો…

રાજસ્થાન: ફિલ્મી હસ્તીઓનું જીવન જાહેર હોય છે. તેમના જીવનમાં બનતા અવનવા કિસ્સા મીડિયા દ્વારા લોકો સુધી પહોંચી જાય છે. ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ સાથેનો એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. રાજસ્થાનના ભરતપુરમાં એક વ્યક્તિએ ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ સામે ફરિયાદ દાખલ કરાવી છે.
ફિલ્મ સ્ટારો સામે કેમ નોંધાઈ ફરિયાદ
અનિરુદ્ધ નગરના રહેવાસી 50 વર્ષીય કીર્તિ સિંહએ 14 જૂન, 2022ના રોજ હરિયાણાના સોનીપતમાં આવેલી માલવા ઓટો સેલ્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી હ્યુન્ડાઈ અલ્કાઝાર કાર ખરીદી હતી. પરંતુ ખરીદી પછી તરત જ કારમાં ટેકનિકલ ખામીઓ આવવા લાગી હતી.

કીર્તિ સિંહે એજન્સી અધિકારીઓને કાર બદલવા અથવા તેની કિંમત રૂ. 23,97,553 પરત કરવાની માંગ કરી હતી પરંતુ તેમની માંગણી ફગાવી દેવામાં આવી હતી. ઘણી વિનંતીઓ છતાં કોઈ કાર્યવાહી ન થતાં તેમણે કોર્ટ દ્વારા ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદમાં હ્યુન્ડાઈ કાર એજન્સીના 6 લોકો સામે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. જેમાં ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણનું નામ પણ સામેલ છે.
હ્યુન્ડાઈ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર છે શાહરૂખ અને દીપિકા
25 ઓગસ્ટના રોજ કિર્તિ સિંહે મથુરા ગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. આ કેસમાં કંપનીના અધિકારીઓ ઉપરાંત બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કામ કરતા શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણનું નામ પણ સામેલ છે. ફરિયાદીનું કહેવું છે કે જે સ્ટાર્સ બ્રાન્ડને પ્રમોટ કરે છે, તેમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ કારણ કે તેમની જાહેરાતોથી આકર્ષાઈને લોકોએ ગાડી ખરીદી હતી. હાલ, પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો…રોમાન્સનો કિંગ શાહરૂખ ખાન ઈન્સ્ટાગ્રામ પર માત્ર પાંચ જ મહિલાઓને ફોલો કરે છે