
નવી દિલ્હીઃ ભારતનું વિદેશી દેવું વધીને 717.9 અબજ અમેરિકન ડોલરે પહોંચ્યું હોવાના આંકડા નાણાં મંત્રાલયે આજે જાહેર કર્યાં છે. ભારતનું વિદેશી દેવું ડિસેમ્બર 2024ના અંત સુધીમાં 10.7 ટકા વધીને 717.9 અબજ ડોલર થયું હતું. ડિસેમ્બર 2023માં તે 8 648.7 અબજ ડોલર હતું. આ માહિતી નાણાં મંત્રાલયના આંકડાઓમાંથી મળી છે.
ભારતના ત્રિમાસિક વિદેશી લોન રિપોર્ટ અનુસાર ત્રિમાસિક ધોરણે ડિસેમ્બર 2024માં વિદેશી દેવામાં 0.7 ટકાનો વધારો થયો હતો. સપ્ટેમ્બર 2024ના અંતમાં તે 712.7 અબજ ડોલર હતું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડિસેમ્બર 2024ના અંત સુધીમાં વિદેશી દેવું અને જીડીપીનો ગુણોત્તર 19.1 ટકા રહ્યો હતો સપ્ટેમ્બર 2024માં તે 19 ટકા હતું.
આપણ વાંચો: Budget 2025: સરકાર આ વખતે લેશે પંદર લાખ કરોડ રુપિયાની લોન…
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે “ડિસેમ્બર 2024ના અંતમાં ભારતનું વિદેશી દેવામાં અમેરિકન ડોલરના મૂલ્યમાં દેવાની હિસ્સેદારી સૌથી વધુ 54..8 ટકા રહી હતી. ત્યારબાદ ભારતીય રૂપિયા (6૦.6 ટકા), જાપાની યેન (6.1 ટકા), એસડીઆર (4.7 ટકા) અને યુરો (ત્રણ ટકા)નું સ્થાન રહ્યું હતું. ડિસેમ્બર 2024ના અંતમાં કેન્દ્ર સરકારનું બાકી વિદેશી દેવું ઘટ્યું હતું, જ્યારે સપ્ટેમ્બર 2024ની તુલનામાં બિન-સરકારી ક્ષેત્રની બાકી લોનમાં વધારો થયો હતો.
કુલ વિદેશી લોનમાં બિન-નાણાકીય નિગમોની બાકી લોનનો હિસ્સો 36.5 ટકા હતો. આ પછી કોર્પોરેશન (સેન્ટ્રલ બેન્ક સિવાય) (27.8 ટકા), કેન્દ્ર સરકાર (22.1 ટકા) અને અન્ય નાણાકીય નિગમો (8.7 ટકા)નું સ્થાન રહ્યું હતું. વિદેશી દેવામાં લોનનો હિસ્સો સૌથી વધુ 33..6 ટકા હતો.
આ પછી ચલણ અને થાપણો (23.1 ટકા), વેપાર લોન અને એડવાન્સ (18.8 ટકા) અને લોન સિક્યોરિટીઝ (16.8 ટકા)ની હિસ્સેદારી હતી. ડિસેમ્બર 2024ના અંતમાં મૂળ રકમ અને વ્યાજની ચુકવણી વર્તમાન રસીદોનો 6.6 ટકા હતો, જ્યારે તે સપ્ટેમ્બર 2024ના અંતમાં તે 6.7 ટકા હતો.