નેશનલવર્લ્ડ કપ 2023

આખરે એવું તે શું થયું કે મેચ હાર્યા બાદ પોલીસ પહોંચી ગઈ ટીમ ઈન્ડિયાના આ ખેલાડીના ઘરે?


કાનપુરઃ ICC ક્રિકેટ વર્લ્ડકપ ફાઇનલ મેચમાં ભારતના પરાજય બાદ ફેન્સ તો નારાજ દેખાયા જ હતા, પરંતુ મેચ હારી જતાં તરત જ કાનપુર પોલીસ ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર કુલદીપ યાદવના ઘરે પહોંચી ગઈ હતી. અહં… તમે કંઈ પણ ગેરસમજ કરો એ પહેલાં તમને કહીએ કે કુલદીપ યાદવના ઘરે ઉત્તર પ્રદેશ પોલીસ એટલે પહોંચી ગઈ હતી કે કોઈ પણ અનિચ્છનિય ઘટના ના બને.

વર્લ્ડકપ ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમનો પરાજય થતાં જ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર કુલદીપ યાદવના ઘરે પોલીસ મોકલવાનો વારો આવ્યો હતો. ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર કોઇ અપ્રિય ઘટના ન બને તે માટે કાનપુરના ડિફેન્સ કોલોની સ્થિત કુલદીપ યાદવના ઘરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો. યાદવના ઘરની બહાર પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે પોલીસ જીપ્સી પણ સતત પેટ્રોલીંગ કરી રહી છે.
જાજમઉના ઇન્સપેક્ટર અરવિંદ સિસોદિયા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સાવધાનીના પગલાંરૂપે કુલદીપ યાદવના ઘરે પોલીસ મોકલવામાં આવી હતી અને હજી સુધી કોઇ પણ પ્રકારનું પ્રદર્શન કે વિવાદની વાત સામે આવી નથી પરંતુ અમે કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માગતા નથી.

અમદાવાદ ખાતે આવેલા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડકપ-2023ની ફાઇનલ મેચમાં ટોસ હાર્યા પછી ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને ઓસ્ટ્રેલિયન ટીમ સામે 241 રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો. ટાર્ગેટને હાંસિલ કરતાં ઓસ્ટ્રેલિયન ટીમે 43 ઓવરમાં જ મેચ જિતીને વર્લ્ડકપ પોતાના નામે કરી લીધું હતું. આ સાથે ઓસ્ટ્રેલિયન ટીમ છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button