નેશનલ

Kangna Ranautની ઝાટકણી બાદ ફિલ્મી સિતારાઓએ કરી આ માગણી

લોકસભા ચૂંટણી 2024માં શાનદાર જીત નોંધાવ્યા બાદ કંગના રાણોટ ગુરુવારે દિલ્હી જવા રવાના થઈ હતી. ત્યારે ચંદીગઢ એરપોર્ટ પર તૈનાત એક CISF મહિલા સૈનિક અચાનક આવી અને કંગનાને થપ્પડ મારી.

મહિલા સૈનિકે કંગનાને ખેડૂતોના આંદોલન દરમિયાન આપેલા નિવેદનને કારણે થપ્પડ મારી હતી, જેનો તેણે પોતે ખુલાસો કર્યો હતો. અભિનેત્રીને થપ્પડ મારનાર મહિલા સૈનિકનું નામ કુલવિંદર કૌર છે અને તેની માતા ખેડૂતોના આંદોલન દરમિયાન ધરણા પર બેઠી હતી.

થપ્પડ મારવાની આ ઘટના બાદ કેટલાક લોકો કંગનાના સમર્થનમાં છે તો કેટલાક મહિલા કોન્સ્ટેબલને પણ સમર્થન આપી રહ્યા હતા, પરંતુ બોલીવૂડ માટે હંમેશાં બોલતી કંગનાના સમર્થનમાં બોલીવૂડ ન આવતા કંગનાએ તેમને ઝાટક્યા હતા અને નારાજગી વ્યક્ત કરી હતી.

ત્યારે હવે ઘણા સ્ટાર્સ કંગનાના સમથર્ન આવ્યા છે અને મહિલા સૈનિક વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી છે. ગાયક મીકા સિંહે કંગના સાથે બનેલી ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. મિકાએ લખ્યું- પંજાબી/શીખ સમુદાય તરીકે, અમે અમારી સેવા માટે વિશ્વભરમાં સન્માન મેળવ્યું છે.

કંગના સાથે થયેલી એરપોર્ટની ઘટના નિરાશાજનક છે. CISF કોન્સ્ટેબલ એરપોર્ટ પર ફરજ પર હતી અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું તેનું કામ છે. તેણે આ રીતે પોતાનો ગુસ્સો બતાવવો ન જોઈએ.

વિવેક અગ્નિહોત્રીએ પણ કંગનાને સપોર્ટ કર્યો છે. તેણે પોતાના એક્સ એકાઉન્ટ પર લખ્યું – દરેક સમજદાર વ્યક્તિએ કંગના સાથે બનેલી આ ઘટનાની નિંદા કરવી જોઈએ. હું સમજદાર લોકો કહી રહ્યો છું કારણ કે તેઓ જ જાણે છે કે લોકશાહી માટે આ કેટલું જોખમી છે.

જે લોકો અત્યારે કંગના પર હસી રહ્યા છે, તેમને ખબર હોવી જોઈએ કે તમારી ઘણી ટ્વીટ પણ ઘણા લોકોને પસંદ નથી આવતી અને એરપોર્ટ પર તો તમે પણ જાઓ છો.

આ ઉપરાંત વિશાલ દદલાની, અનુપમ ખેર, સિકંદર ખેર અને અમન વર્મા જેવા સ્ટાર્સે પણ આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી છે અને કંગનાનું સમર્થન કર્યું છે.

ગઈકાલે કંગનાએ સોશિયલ મીડિયા પર બોલીવૂડની નિષ્ક્રિયતા પર સવાલો કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતના રહસ્યમય મોત બાદ કંગનીએ બોલીવૂડની ઘણી બાબતો પર બેબાક થઈને નિવેદનો આપ્યા હતા

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button