નેશનલમનોરંજન

World Chess Champion ડી ગુકેશ પર ફિલ્મી કલાકારોએ વરસાવ્યો અભિનંદનનો વરસાદ…

સિંગાપોરમાં યોજાયેલી ફીડે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં ભારતનો ડી ગુકેશ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીનના ડીંગ લિરેનને હરાવીને સૌથી યુવા વર્લ્ડ ચેસ ચેમ્પિયન બનીને નવો ઈતિહાસ રચ્યો. ડી ગુકેશ પહેલા આ રેકોર્ડ ૧૯૮૫થી રશિયન ચેસ ચેમ્પિયન ગેરી કાસ્પારોવના નામે હતો.

આ પણ વાંચો : Gukesh Well Done: Chess Champion ગુકેશને રાષ્ટ્રપતિ અને PM Modiએ આપ્યા અભિનંદન

કાસ્પારોવને પાછળ છોડીને ભારતના ડી ગુકેશે સૌથી યુવા ચેસ ચેમ્પિયન તરીકે પોતાનું નામ નોંધાવ્યું છે. ડી ગુકેશની આ શાનદાર જીત પર બોલિવૂડ અને સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારોની સાથે અનેક રાજકારણીઓએ તેને વધાવ્યો હતો. અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી કંગના રનૌતે સૌથી પહેલા ગુકેશને અભિનંદન આપ્યા હતા.

કંગના રનૌતે તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી ડી ગુકેશને અભિનંદન પાઠવ્યા હતા. કંગનાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું, ‘ખૂબ ખૂબ અભિનંદન! ભારતીય ચેસ માટે એક અદ્ભુત અને ઐતિહાસિક દિવસ. વિશ્વ ચેસ ચેમ્પિયનશિપ જીતનાર સૌથી યુવા ચેસ ખેલાડી ગુકેશ ડોમ્મારાજુ પર દેશને ખૂબ ગર્વ છે. આ સાથે તેણે ડી ગુકેશનો એક વીડિયો પણ શેર કર્યો છે.

આર માધવને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર શ્રેણીબદ્ધ પોસ્ટ શેર કરી અને ગુકેશની જીત પર ગર્વ વ્યક્ત કર્યો. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું- ‘અમે જીતીએ ત્યારે આ રીતે ઉજવણી કરીએ છીએ. અમે પ્રાર્થના કરીએ છીએ અને સર્વશક્તિમાનનો આભાર માનીએ છીએ. વિશ્વ ચેમ્પિયન.’

આરઆરઆર ફેમ જુનિયર એનટીઆરએ પણ ડી ગુકેશને અભિનંદન પાઠવ્યા અને લખ્યું, “ભારતના પ્રતિભાશાળી અને વિશ્વના સૌથી યુવા ચેસ ચેમ્પિયન ડી ગુકેશને સલામ. તમારી યાત્રામાં ઘણી સફળતાઓ છે. ચમકતા રહો!”

કમલ હસને લખ્યું હતું કે ‘ચેસના ઈતિહાસમાં સૌથી યુવા વિશ્વ ચેમ્પિયન બનવા બદલ ડી ગુકેશને અભિનંદન. ભારત ગર્વ અનુભવી રહ્યું છે!’

આ પણ વાંચો : World Chess Championships: 18 વર્ષના ડી ગુકેશે રચ્યો ઇતિહાસ, સૌથી યુવા વર્લ્ડ ચેસ ચેમ્પિયન બન્યો

ચિરંજીવીએ પણ ડી ગુકેશની જીત પર ખુશી વ્યક્ત કરી હતી. તેણે લખ્યું હતું કે “શાબાશ! વાહ! મારી છાતી ગર્વથી ફૂલી ગઈ પ્રિય ગુકેશ! કેટલી અદ્ભુત સિદ્ધિ! ભારતને તમારા પર ગર્વ છે! ૧૮ વર્ષની ઉંમરે ૧૮મી વિશ્વ ચેસ ચેમ્પિયન અને ઇતિહાસમાં માત્ર બીજા ભારતીય! ઉપરથી, અત્યાર સુધીના સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન બનવું! ભારત રાઇઝિંગ, મારું ભારત મહાન!’
તમને જણાવી દઈએ કે, ફીડે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ જીતનાર મહાન વિશ્વનાથન આનંદ પછી ગુકેશ માત્ર બીજો ભારતીય છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગુકેશની ઐતિહાસિક જીત પર ખુશી વ્યક્ત કરી હતી. પીએમ મોદીની સાથે એમ કે સ્ટાલિને પણ અભિનંદન આપ્યા હતા. તમિલનાડુ સરકારે ડી. ગુકેશ માટે પાંચ કરોડ આપવાની સરકારે જાહેરાત કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button