રાજસ્થાનના ખાટુશ્યામ મંદિર પરિસરમાં મારામારી: શ્રદ્ધાળુઓ સાથે દુર્વ્યવહારનો વીડિયો વાયરલ

સીકર: રાજસ્થાનનું ખાટુશ્યામ મંદિર સુપ્રસિદ્ધ છે. બાબા ખાટુશ્યામના દર્શન દૂરદૂરથી શ્રદ્ધાળુઓ આવે છે, પરંતુ તાજેતરમાં મંદિરની બહાર શ્રદ્ધાળુઓ સાથે મારામારી થયાની ઘટના સામે આવી છે. જેનો સોશિયલ મીડિયા પર વીડિયો પણ વાયરલ થયો છે.
શ્રદ્ધાળુઓ સાથે મારામારીનો વીડિયો વાયરલ
ખાટુશ્યામ મંદિરની બહાર દુકાનદારે સામાન્ય બાબતમાં શ્રદ્ધાળુઓ સાથે લાકડી અને ડંડા વડે મારામારી કરી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, સ્થાનિક દુકાનદાર શ્રદ્ધાળુ મહિલાઓ અને પુરુષો પર ડંડા વડે સતત હુમલો કરી રહ્યો છે. મારામારીમાં જે પણ વચ્ચે આવે છે, તેને પણ દુકાનદાર છોડી રહ્યો નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા યુઝર્સ શેર કરી રહ્યા છે અને ઘટનાની નિંદા કરી રહ્યા છે.
આપણ વાંચો: જસ્થાનના Khatu Shyam મંદિરનો અયોધ્યા અને કાશીની જેમ વિકાસ કરાશે
સ્થાનિક પોલીસે હાથ ધરી તપાસ
ખાટુશ્યામ મંદિરની બહાર થયેલી મારામારીની આ ઘટનાને લઈને સ્થાનિક પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. વાયરલ વીડિયોના આધારે ઘટનાની સત્યતા જાણવા અને તેમાં સંડોવાયેલા લોકોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.
વાયરલ વીડિયોના આધારે ઘટનામાં સંડોવાયેલા લોકોની ઓળખાણ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. જોકે, મંદિરની બહાર મારામારી થયાની આ પહેલી ઘટના નથી.
આપણ વાંચો: પંજાબની જીત માટે પ્રીતિ ઝિંટા ક્યાં પહોંચી જુઓ વાઈરલ તસવીરો
મંદિરમાં શ્રદ્ધાળુઓને કડવા અનુભવ
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા પણ ખાટુશ્યામ મંદિર પરિસરમાં દર્શન કરવા માટે આવેલા શ્રદ્ધાળુઓને મારા મારવામાં આવ્યો હતો. આ સિવાય ખાટુશ્યામ મંદિરમાં ચોરીની ઘટનાઓ પણ સામે આવી છે.
થોડા સમય પહેલા લગ્નની વર્ષગાંઠ મનાવવા આવેલા એક દંપતીના પર્સની ચોરી પણ થઈ હતી. જેમાં અઢી લાખ રૂપિયા રોકડા અને લગભગ 25 ગ્રામ સોનું પણ હતું.