Kolkata Fire: કોલકાતાના એક્રોપોલિસ મોલમાં ભીષણ આગ, કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા

કોલકાતા: રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ ફાયર સેફટીના નિયમોના પાલન અંગે સવાલો ઉભા થયા છે, એવામાં આજે શુક્રવારે કોલકાતા(Kolkata)ના એક્રોપોલિસ મોલ ભીષણ આગ (Acropolis mall fire)માં લાગતાં ભાગદોડ મચી ગઈ હતી. આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગની નવ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રારંભિક અહેવાલો મુજબ કોલકાતાના દક્ષિણ ભાગમાં સ્થિત એક્રોપોલિસ શોપિંગ મોલના ત્રીજા માળે આગ ફાટી નીકળી હતી,મોલ ખાલી કરી દેવામાં આવ્યો છે, હાલ કોઈ જાનહાનીના અહેવાલ નથી, મોલમાં કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે.
અહેવાલ મુજબ 12.15 વાગ્યાની આસપાસ કસ્બા વિસ્તારમાં આવેલા મોલમાં આગ ફાટી નીકળી હતી, આગને કાબૂમાં લેવા માટે દસ ફાયર ટેન્ડરોને કામે લગડવામાં આવ્યા છે. એક અધિકારીના જણાવ્યા મુજબ, “હાલ સુધીમાં, કોઈ ઈજાના અહેવાલ નથી. અગ્નિશામક કામગીરી ચાલી રહી છે. કેટલાક ફાયર ફાયટરો ઓક્સિજન માસ્ક પહેરીને ઈમારતમાં પ્રવેશ્યા છે.”
કોલકાતા ટ્રાફિક પોલીસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આખો વિસ્તાર ધુમાડામાં ઘેરાઈ ગયો છે અને મોલની સામે ટ્રાફિકને નિયંત્રિત કરવામાં આવ્યો છે.
આગનું કારણ હજુ સ્પષ્ટ નથી. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે આગ મોલના ફૂડ કોર્ટમાં લાગી હતી.
એક જ અઠવાડિયામાં શહેરમાં આગની બીજી ઘટના બની છે. આ પહેલા મંગળવારે કોલકાતાના પાર્ક સ્ટ્રીટ વિસ્તારમાં એક રેસ્ટોરન્ટમાં પણ ભીષણ આગ લાગી હતી. આગ બુઝાવવા માટે 9 ફાયર ટેન્ડરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આગની ઘટનાથી વ્યસ્ત બજારમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે, સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડના અધિકારીઓએ પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.
Also Read –