રાત્રિ પ્રવાસમાં સ્ટેશન ચૂકી જવાનો ડર થશે દૂર, ભારતીય રેલવેની આ સુવિધાનો લેજો લાભ

Indian Railway Destination Wakeup Alert: રાત્રિ પ્રવાસ દરમિયાન સ્ટેશન ચૂકી જવાનો ડર હવે ભૂલી જાઓ. ભારતીય રેલવેએ મુસાફરો માટે ખાસ ‘ડેસ્ટિનેશન એલર્ટ વેકઅપ’ સુવિધા કાર્યરત છે. આ સુવિધાનો ઉપયોગ કરીને, તમે શાંતિથી સૂઈ શકો છો અને રેલવે તમને તમારા સ્ટેશન પર પહોંચતા પહેલા જ એલર્ટ મોકલીને જગાડી દેશે.
આ સુવિધાનો લાભ કેવી રીતે મેળવવો?
આ સુવિધા ખાસ કરીને રાત્રિના સમયે એટલે કે રાત્રે 11 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી ઉપલબ્ધ છે. તે હાલમાં કેટલીક પસંદગીની લાંબા અંતરની ટ્રેનોમાં જ મળે છે. સુવિધા એક્ટિવેટ કરવા માટે તમારા મોબાઈલથી IRCTC હેલ્પલાઇન નંબર 139 પર કૉલ કરો. કૉલ લાગ્યા બાદ તમારી પસંદગીની ભાષા પસંદ કરો. વેકઅપ ડેસ્ટિનેશન એલર્ટ માટે, પહેલા નંબર 7 અને પછી નંબર 2 દબાવો.
આ કોલ કરવા માટે તમારે વધુ પૈસા ચૂકવવા પડતા નથી, પરંતુ તે સંપૂર્ણપણે મફત પણ નથી. મેટ્રો શહેરો માંથી કૉલ કરવા પર પ્રતિ મિનિટ 1.20 રૂપિયા અને નોન-મેટ્રો શહેરોમાંથી કૉલ કરવા પર પ્રતિ મિનિટ 2 રૂપિયાનો ચાર્જ લેવામાં આવે છે. SMS દ્વારા પણ આ સુવિધા મેળવી શકાય છે, જેનો ચાર્જ 3 રૂપિયા છે.
આ એલાર્મ તમારા સ્ટેશન પર પહોંચવાના 20 મિનિટ પહેલા વાગશે. આનાથી તમને તમારો સામાન ભેગો કરવાનો અને ઉતરવાની તૈયારી કરવાનો પૂરતો સમય મળી રહેશે. આમ, હવે તમને તમારું સ્ટેશન ચૂકી જવાનો ડર રહેશે નહીં.
આપણ વાંચો: દહેજ માટે સાસરિયા બન્યા હેવાન: દીકરા અને બહેન સામે મહિલાને જીવતી સળગાવી